For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં શીત લહેરને કારણે છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત

હાલમાં દીલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની લપેટમાં આવી ગયુ છે. જેના કારણે યુપીમાં છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

હાલમાં દીલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની લપેટમાં આવી ગયુ છે. જેના કારણે યુપીમાં છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે. ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનતાની દૈનિક દિનચર્યા પ્રભાવિત થઇ છે.

fog

શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆર અને યુપીના ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝીબિલિટી 5 મીટર હતી જેને કારણે વાહન ચાલકોને દિવસે પણ લાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડ્યા. હાઇવે પર વાહનો બહુ જ ધીમી ગતિએ ચાલી રહ્યા છે.

ટ્રેનો મોડી ચાલી રહી છે

વિઝીબિલિટી ઓછી હોવાને કારણે 107 ટ્રેનો મોડી ચાલી રહી છે જ્યારે 4 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 32 ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે. વળી, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉપડતી દરેક ફ્લાઇટ પણ મોડી ચાલી રહી છે.

તાપમાનમાં ઘટાડો થવાને કારણે હજુ ઠંડી વધવાનું અનુમાન

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાનું અને ઠંડી વધવાનું અનુમાન લગાવ્યુ છે માટે લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા જણાવ્યુ છે.

English summary
Foggy weather condition persisted in Delhi-NCR on Friday morning disrupting rail, road and air traffic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X