રાષ્ટ્રગીત પર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવુ સંભવ નથી: સોલી સોરાબજી

Subscribe to Oneindia News

પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીએ રાષ્ટ્રગીતને સિનેમા હોલમાં વગાડવાના સુપ્રીમ કોર્ટના આદેશની આલોચના કરી છે. તેમણે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી તેઓ સંમત નથી.

soli sorabji

આ પ્રકારના કાયદાનું પાલન ન કરાવી શકાય

ઇંડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સોલી સોરાબજીએ કહ્યુ કે આ ચૂકાદા પાછળનો આશય તો સારો છે પરંતુ આ પ્રકારના કાયદાનું પાલન કરાવવાનું સંભવ નથી અને આના ઘણા પ્રાવધાન અવ્યવહારુ છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રગીત વગાડતી વખતે સિનેમા હોલના એક્ઝીટને બંધ રાખવાનો આદેશ સુરક્ષાના નિયમોની વિરુદ્ધ છે. સાથે જ રાષ્ટ્રગીત સમયે બધાને ઉભા રહેવાના આદેશ આપતી વખતે દિવ્યાંગો, ધાર્મિક લોકો અને પર્સનલ વિચારધારા ધરાવતા લોકોનું ધ્યાન રાખવામાં આવ્યુ નથી.

જજે લક્ષ્મણ રેખાનું ધ્યાન રાખવુ જોઇએ

સોરાબજીએ કહ્યુ કે આ મામલે ન્યાયપાલિકા પોતાની મર્યાદાથી થોડી બહાર નીકળી ગઇ છે. જજોએ એમ ના સમજવુ જોઇએ કે માત્ર તેઓ જ દેશ અને લોકતંત્રના રક્ષક છે. ન્યાય આપતી વખતે તેમણે પોતાની લક્ષ્મણ રેખાનું ધ્યાન રાખવુ જોઇએ.

શું ઉભા થવાથી રાષ્ટ્રભક્તિ સાબિત થશે

સોલી સોરાબજીએ કહ્યુ કે શું ઉભા થવાથી એમ સાબિત થશે કે કોઇ વ્યક્તિ રાષ્ટ્રવાદી કે દેશભક્ત છે? રાષ્ટ્રગીત વખતે ત્રિરંગા અને સંવિધાનમાં વિશ્વાસ ન ધરાવતો ધૂર્ત પણ ઉભો થઇ જશે.

સુપ્રીમ કોર્ટના આદેશનો આપ્યો હવાલો

સોલી સોરાબજીએ સુપ્રીમ કોર્ટના એ આદેશનો પણ હવાલો આપ્યો કે જેમાં ધાર્મિક આસ્થાના આધાર પર કેરળના ત્રણ છાત્રોના રાષ્ટ્રગીત નહિ ગાવાના અધિકારની વાત કહેવામાં આવી હતી. સોરાબજીએ કહ્યુ કે, 'આગામી સુનવણીમાં બની શકે કે કોઇ વકીલ કે એટર્ની જનરલ કોર્ટને કહે કે તે આ પ્રકારના આદેશ આપી શકે નહિ.'

શું છે રાષ્ટ્રગીત પર સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ હતુ કે દેશભરના દરેક સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે. જ્યાં સુધી રાષ્ટ્રગીત વાગે ત્યાં સુધી સ્ક્રીન પર ત્રિરંગો બતાવવામાં આવે. જ્યારે રાષ્ટ્રગીત વાગે ત્યારે બધાએ સમ્માનમાં ઉભા થવુ અનિવાર્ય છે. ભોપાલના શ્યામ નારાયણ ચૌકસે દ્વારા કરવામાં આવેલી યાચિકાની સુનવણી સમયે કોર્ટે આ ચૂકાદો આપ્યો હતો.

English summary
Former attorney General Soli Sorabjee said that Supreme Court decision on national anthem is not practical.
Please Wait while comments are loading...