For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નક્સલ આંદોલનમાં બળાત્કાર વાઇફ સ્વાપિંગ સામાન્ય વાત'

By Super
|
Google Oneindia Gujarati News

naxal
નવીદિલ્હી, 10 જૂનઃ પ્રતિબંધિત માઓવાદી સંગઠનના એક પૂર્વ મહિલા કાડર શોભા મંડીએ નક્સલ આંદલોનને બુદ્ધિમાન લોકોને એક એવો અડ્ડો કહ્યો છે, જ્યાં બળાત્કાર, વાઇફ સ્વાપિંગ, શોષણ અને મહિલાઓ વિરુદ્ધ હિંસા અપવાદ નહીં પરંતુ એક ઘણી જ સામાન્ય બાબત છે.

શોભા મંડીને ઉમા અથવા તો શિખાના નામથી પણ જાણવામાં આવે છે. વર્ષ 2010માં હથિયાર છોડતા પહેલા તે 25-30 સશસ્ત્ર માઓવાદીઓના એક શક્તિશાળી ગ્રુપનો ભાગ હતી, પોતાના પુસ્તક એક માઓવાદીની ડાયરીમાં શોભા કહે છે કે તેમના સાથી કમાન્ડર્સે સાત વર્ષ સુધી અનેકવાર તેમની સાથે બળાત્કાર કર્યો. 25 વર્ષિય શોભા મંડીનું કહેવું છે કે તેમણે માઓવાદી વિદ્રોહની આગેવાની રહેલા કિશનજી સહિત અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓને મહિલાઓ સાથે થનારા અત્યાચાર અંગે જણાવ્યું હતુ, પરંતુ કોઇએ તેમની વાતની નોંધ લીધી નહોતી.

તેમણે જણાવ્યા પ્રમાણે, મે કિશનજીની હાજરીમાં કેટલાક નેતાઓની હરકતનો વિરોધ પણ કર્યો, પરંતુ કોઇને તે પસંદ આવ્યું નહીં, નેતાઓના દળના સભ્યોને નિર્દેશ આપવામાં આવ્યા કે તેઓ મારી સાથે વાત ના કે. હું એકલી પડી ગઇ હતી, મને ધમકીઓ આપવામાં આવી હતી કે, જો મે વિરોધ કર્યો તો મારે ભયાનક પરિણામોનો સામનો કરવો પડશે.

શોભા સ્પષ્ટપણે કહે છે કે તેની સાથે જે કંઇ થયું તે એકમાત્ર મામલો નહોતો, તેમના પુસ્તક અનુસાર વરિષ્ઠ માઓવાદી નેતા સંગઠનની મોટાભાગની મહિલાઓનું શોષણ કરતી હતી, એટલું જ નહીં વરિષ્ઠ મહિલા માઓવાદી નેત્રિઓના પણ ઘણા સેક્સુઅલ પાર્ટનર હોય છે. શોભા અનુસાર જો કોઇ મહિલા ગર્ભવતી થઇ જાય તો તેની પાસે ગર્ભપાત સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નહોતો. બાળકને મુશ્કેલીના રૂપમાં જોવામાં આવતું હતુ, જે ગોરીલાઓની જિંદગીમાં બાધા ઉત્પન્ન કરી શકે છે.

શોભાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, દરેક મહિલાને વસ્તુ તરીકે જોવામાં આવતી હતી, જે તમામ પુરુષ કાડરની વાસનાને તૃપ્ત કરવાનું સાધન માત્ર હતી, હું નક્સલ આંદોલનમાં 2003માં સામેલ થઇ હતી, કારણ કે મને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે આ એક એવી વ્યવસ્થા છે જ્યાં સ્ત્રી અને પુરુષને સમાન સમજવામાં આવે છે, પરંતુ મે ત્યાં જે કંઇપણ ભોગવ્યું છે તે ગ્રામીણ મહિલાઓ સાથે થતાં ઉત્પીડન કરતા પણ ભયાવહ છે.

English summary
Former Naxal commander who was raped and tortured by comrades
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X