For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની તસ્કરી મામલે એક ક્રિકેટર સહીત 4 લોકોની ધરપકડ

શનિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર લોકોની સોનાની તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

શનિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર લોકોની સોનાની તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ ચાર લોકોમાં એક કેનેડાનો 22 વર્ષનો ક્રિકેટર પણ છે. આ લોકો 5.2 કિલો સોનાની તસ્કરી કરતા પકડાઈ ગયા છે, જેની કિંમત 1.7 કરોડ રૂપિયા છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધરપકડ કરવામાં આવેલા લોકો એક જ પરિવારના છે અને પંજાબના લુધિયાણામાં તેમની સોનાની દુકાન છે. આ લોકો બેંકોકથી આવતા પકડાઈ ગયા.

આ પણ વાંચો: 5 કન્ટેનરમાં 100 ક્વિંટલ ચાંદી ભરીને લઇ જવામાં આવી રહી હતી

પહેલા પણ તસ્કરી કરી ચુક્યા છે

પહેલા પણ તસ્કરી કરી ચુક્યા છે

ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક ક્રિકેટર પણ છે. જેના પિતાએ માન્યું કે તેઓ પહેલા પણ આટલા સોનાની તસ્કરી કરી ચુક્યા છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ક્રિકેટર મામિક લુથરા એક ઓલરાઉન્ડર છે અને વર્ષ 2016 દરમિયાન કેનેડા તરફથી અંડર 19 વર્લ્ડ કપ રમી ચુક્યો છે. મામિક પાસે કેનેડાની નાગરિકતા છે, જયારે તેના માતાપિતા અને માસી પાસે ભારતીય પાસપોર્ટ છે અને તેઓ ભારતીય નાગરિક છે.

એક્સ રે મશીનમાં સોનાના બિસ્કિટ પકડવામાં આવ્યા

એક્સ રે મશીનમાં સોનાના બિસ્કિટ પકડવામાં આવ્યા

એક કસ્ટમ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે ચાર લોકોને ચેકીંગ માટે રોક્યા. ખરેખર એક્સ રે મશીનમાં તેમને બેગમાં કંઈક શંકાસ્પદ દેખાઈ આવ્યું. ચેક કરવા પર તેમને એક એક કિલોના પાંચ સોનાના બિસ્કિટ મળ્યા. તેની સાથે 218 ગ્રામનો સોનાનો એક કટ પીસ પણ મળી આવ્યો.

ચારે આરોપીઓ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા

ચારે આરોપીઓ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા

આરજીઆઈ એરપોર્ટની જોઈન્ટ કમિશ્નર અનુભા સિન્હા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે પકડી પાડેલું સોનુ સીઝ કરી લીધું છે. ચારે આરોપીઓને મેજેસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યા અને તેમની જામીન કેન્સલ થઇ ગઈ. એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચારે આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે.

English summary
Four people, including a cricketer, were arrested for gold smuggling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X