For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં 4 માળની ઈમારત જમીનદોસ્ત, 50થી વધુ લોકો ફસાયા

મુંબઈમાં 4 માળની ઈમારત જમીનદોસ્ત, 50થી વધુ લોકો ફસાયા

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચાર માળની ઈમારત મંગળવારે વરસાદને પગલે જમીનદોસ્ત થઈ ગઈ છે. બિલ્ડિંગ ધરાશાયી તાં 50થી વધુ લોકો બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પ્રશાસન, એમ્બ્યુલેન્સ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવનું કામ શરૂ કરી દીધું છે. જાનમાલને નુકસાનને લઈ હજુ સુધી કોઈ પુખ્ત જાણકારી મળી નથી.

building collapse

આ પણ વાંચો- જો ગુરુવારે કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તો, કોંગ્રેસ માટે હશે એક મોટો ઝાટકો

મુંબઈમાં ગત 25 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. એવામાં કેટલાય સ્થળો પર જીવન અસ્ત-વ્યસ્ત થયું છે. ગત બે અઠવાડિયાથી સતત મુંબઈના કેટલાય વિસ્તારોમાં બિલ્ડિંગ પડવાને પગલે જાનમાલના નુકસાનની ખબરો પણ આવી રહી છે. જ્યારે રસ્તા પર પાણી ભરાવવાને પગલે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

મંગળવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પણ તેજ વરસાદને કારણે એક કાચું મકાન ડી ભાંગ્યું. મકાનના કાટમાળમાં દબાઈને બે માસૂમ બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે તેના કાટમાળમાં દબાવાથી પાંચ લોકો ઘાયલ છે. પોલીસે કાટમાળમાં ફસાયેલ લોકોને બહાર કાઢ્યા છે અને ઈલાજ માટે હોસ્પિટલે ભરતી કરાવ્યા છે. જ્યારે બંને મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

English summary
four storey building collapsed in mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X