For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM માંથી મહિનામાં 5 વખત લેણદેણ બાદ લાગશે ચાર્જ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 નવેમ્બર: એટીએમનો મહિનામાં પાંચથી વધુ વખત પૈસા નિકળવા અથવા કોઇ અન્ય ઉદ્દેશ્યથી તેનો ઉપયોગ કરવાથી આજથી ચાર્જ લાગશે. એટીએમમાંથી પાંચથી વધુ વખત લેણદેણ બાદ પ્રત્યેક વખત 20 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે.

તેમાં બેલેંસની જાણકારી માટે કરવામાં આવતા ઉપયોગનો પણ સમાવેશ થશે. રિઝર્વ બેંકના નવા દિશાનિર્દેશોના અનુસાર આ ચાર્જ લાગૂ કરવામાં આવી રહ્યો છે. આ નિર્દેશોના અનુસાર જે બેંકોમાં ગ્રાહકોના બચત કે કરન્ટ એકાઉન્ટ છે, તેમના એટીએમ દ્વારા મહિનામાં પાંચ વખત જ નિ:શુલ્ક જ લેણદેણ કરી શકાશે.

છ મહાનગરો દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કલકત્તા, હૈદરાબાદ તથા બેંગ્લોરમાં એટીએમમાંથી પૈસા કાઢવા અથવા બિન નાણાકીય વ્યવહારો મિની સ્ટેટમેંટ કાઢવાની સુવિધા હવે મહિનામાં ફક્ત પાંચ વખત મળશે. ત્યારબાદ એટીએમના ઉપયોગ પર પ્રત્યેક વખતે 20 રૂપિયાનો ચાર્જ લાગશે.

atm

આ ઉપરાંત જે બેંકોમાં ગ્રાહકોના ખાતા નથી, તેમના એટીએમનો ઉપયોગ પણ મહિનામાં નિ:શુલ્ક ફક્ત ત્રણ વખત કરી શકાશે. અત્યાર સુધી આ સુવિધા મહિના પાંચ વખત મળતી હતી.

રિઝર્વ બેંકે આ વર્ષ ઓગષ્ટમાં જાહેર કરેલા જાહેરનામામાં કહ્યું હતું ''એટીએમના ઉંચા દર, બેંક શાખાઓ તથા ગ્રાહકોની પાસે હાલના ચૂકવણીના વૈકલ્પિક સ્ત્રોતોને ધ્યાનમાં રાખતાં અન્ય બેંકોના એટીએમમાંથી માસિક નિ:શુલ્ક લેણદેણની સીમા પાંચથી ઘટાડીને ત્રણ કરવામાં આવી રહી છે. તેમાં નાણાકીય અને બિન નાણાકીય બંને પ્રકારોને લેણદેણ સામેલ હશે.''

English summary
Frequent withdrawal of money from ATMs will be costlier with the Reserve Bank of India (RBI) having imposed a limit of 3 cross-bank transaction per month from other banks and 5 from same bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X