For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં ચીની સૈનિકોની ઘુસણખોરી, પંગોંગ ઝીલ પર કર્યો દાવો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જૂન: જ્યાં એક બાજું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘુસણખોરી રોકવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે ચીન પોતાની હરકતોથી બાજ નથી આવતું. એક બાજું તો ચીન પોતાની રાજધાની પેઇચિંગમાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારીના સ્વાગતની તૈયારી કરી રહ્યું છે, પરંતુ બીજી બાજું તેના સૈનિક ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરી રહ્યા છે. આ અઠવાડિયે ચીની સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં પંગોંગ ઝીલના ભારતીય વિસ્તારમાં ઘુસીને તેની પર પોતાનો દાવો વ્યક્ત કર્યો છે.

એક ઇંગ્લિશ સમાચારપત્રએ સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની બોટ્સ આ ખારા પાણીની ઝીલના ભારતીય ભાગમાં સાડા 5 કિલોમીટર અંદર સુધી ઘુસી આવી હતી. આ ઘટના 24 જૂનની છે. આ ઝીલનો મોટાભાગનો હિસ્સો તિબ્બતમાં પડે છે, અને ચીનના નિયંત્રણમાં છે.

ladakh
ખબર અનુસાર હાઇ-સ્પીડ ઇંટરસેપ્ટર બોટ્સ પર આવેલ ચીની સૈનિક 2 કલાક સુધી રોકાયેલ રહ્યા. બાદમાં અમેરિકામાં બનેલા ઇંટરસેપ્ટર વેસલ્સ પર સવાર ભારતીય સૈનિકોને તેમને પરત મોકલ્યું છે. આ પહેલી તક નથી, જ્યારે ઝીલ પર ચીની સૈનિકોએ પોતાનો હક જમાન્યો હોય. અત્યાર સુધી 12 વખત ચીની અને ભારતીય સૈનિકોએ આમને સામને આવી ચૂક્યા છે.

આ ઝીલ સમુદ્ર સ્તરથી લગભગ 4350 મીટરની ઉંચાઇ પર છે. તેની લંબાઇ 134 કિલોમીટર છે અને વધારેમાં વધારે પહોંળાઇ 5 કિલોમીટર છે. વિવાદીત પંગોંગ ઝીલ પર કબજાને લઇને ચીન અને ભારતની વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. 1962ની લડાઇમાં પણ આ ઝીલને લઇને ઉઠેલા વિવાદની મોટી ભૂમિકા હતી.

ચીન ઇચ્છે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના ત્યાની યાત્રા પર આવે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ દેખાઇ રહી છે કે ચીનના વલણમાં ફેરફાર નથી આવ્યો. તેઓ લાંબા સમયથી ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરીને તેની પર દબાણ જતાવી રહ્યું છે. ગયા વર્ષે પણ એવી ઘણી ઘટનાઓ ઘટી જેમાં ચીની સૈનિકોએ લદ્દાખમાં ઘુસણખોરી કરી હતી.

English summary
Chinese troops intrude into Ladakh days before Hamid Ansari reaches Beijing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X