યુવક પર એસિડ એટેકઃ પહેલા ફેંક્યુ એસિડ, પછી બ્લેડથી કર્યા ઘા

Written By:
Subscribe to Oneindia News

બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ તેને પાઠ ભણાવવા એવું પગલું ભર્યું કે કોઇ વિચારી પણ નહીં શકે. 26 વર્ષની યુવતીએ તેના બોયફ્રેન્ડના ચહેરા પર એસિડ ફેંક્યુ અને ચહેરા પર ચપ્પુથી અનેક ઘા પણ કર્યા. પોલીસે આ યુવતીની ધરપકડ કરી છે અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

acid attack

ઇસાઇ ધર્મ અંગીકાર કરવા કરતી હતી દબાણ

આ ઘટના બેંગ્લોરની છે. બેંગ્લોરના શ્રીરામપુરામાં રહેતી લેડિયા (26) અલી અસગર રોડ પરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. એ હોસ્પિટલની નજીક જ દુકાન ચલાવતા જયકુમાર સાથે લેડિયાને પ્રેમ સંબંધ હતો. પાંચ વર્ષ પહેલા જ્યારે લેડિયા જયકુમારની દુકાને ખરીદી કરવા ગઇ હતી, ત્યારે આ બંન્ને પહેલીવાર મળ્યા હતા અને ધીરે-ધીરે એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જયકુમાર લેડિયા સાથે લગ્ન કરવા તૈયાર હતો, પરંતુ લેડિયાનું કહેવું હતું કે તે એના ધર્મમાં (ઇસાઇ ધર્મ) આવી જાય. લેડિયા જયકુમાર પર ઇસાઇ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતી હતી, જે માટે જયકુમાર માન્યો નહીં. આ મુદ્દે જ બંન્ને વચ્ચે લડાઇ થઇ અને જયકુમારે લેડિયા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું.

અહીં વાંચો - કાનપુર રેલ દુર્ઘટના માટે ISI જવાબદાર, હાથ લાગ્યા પુરાવા

પાઠ ભણાવવાનું નક્કી કર્યું

હાલમાં જ જ્યારે લેડિયાને ખબર પડી કે જયકુમાર અન્ય કોઇ છોકરી સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યો છે, ત્યારે લેડિયાએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તે હોસ્પિટલમાંથી સફાઇ માટે ઉપયોગમાં લેવાતા એસિડની બોટલ અને બ્લેડ લઇને નીકળી. આ કામમાં તેના પિત્રાઇ ભાઇ સુનિલે પણ તેની મદદ કરી.

સોમવારની સાંજે જ્યારે જયકુમાર પોતાના મિત્ર પદ્મનાભ સાથે મંદિર જવા નીકળ્યો, ત્યારે લેડિયા અને સુનિલ મંદિર પાસે જઇને ઊભા રહી ગયા અને જેવો જયકુમાર તેમની પાસેથી નીકળ્યો કે તેમણે તેના ચહેરા પર એસિડ ફેંકી દીધું. પીડાને કારણે જ્યારે જયકુમાર બુમો પાડી રહ્યો હતો, ત્યારે પણ લેડિયાને તેની દયા ન આવી. તેણે બ્લેડ વડે તેના ચહેરા પર અનેક જગ્યાએ ઘા કરી દીધા. પોલીસે મંગળવારે લેડિયાની ધરપકડ કરી લીધી છે, જ્યારે મદદ કરનાર સુનિલ ભાગી છૂટ્યો છે.

English summary
Girlfriend throws acid and slashes boyfriend face in Bengaluru.
Please Wait while comments are loading...