• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેકરની ચેતવણી બાદ સરકારનો જવાબ, આરોગ્ય સેતુ એપ પર ડેટા સુરક્ષિત

|

કોરોના વાયરસના ટ્રેકિંગ એપ આરોગ્ય સેતુ એપમાં સુરક્ષા માપદંડોનું કોઈ ઉલ્લંઘન નથી થઈ રહ્યું. સરકારે એક ફ્રાંસીસી "વ્હાઈટ હેટ", એટલે કે એથિકલ હેકરના દાવાના જવાબમાં આ વાત કહી છે. હેકરે મંગળવારે કહ્યું હતું કે 90 મિલિયન ભારતીયોની ગોપનીયતા દાવ પર છે. આ દાવા બાદ કેન્દ્ર સરકારે બુધવારે વિસ્તૃત નિવેદન આપ્યું જેમમાં કહ્યું કે, "કોઈ ડેટા કે સુરક્ષાનું ઉલ્લંઘન નહોતું" અને કહ્યું કે, કોઈપણ યૂઝરની કોઈપણ વ્યક્તિગત જાણકારી આ એપના કારણે ખતરામાં હોવાનું સાબિત નથી થયું. આ હેકરે કેટલાક જાણીતા અને કેટલાક અજાણ્યા પોઈન્ટ સાથે બનેલ ત્રિકોણનો ઉલ્લેખ કરતાં સરકારને સવાલ પૂછ્યા હતા. સરકારની પ્રતિક્રિયાથી સ્પષ્ટ રૂપે નાખૂશ આ હેકરે થોડા કલાક પહેલા પોતાના ટ્વીટમાં કહ્યું, "મૂળ રૂપે તમે કહ્યું હતું અહીં જોવા માટે કંઈપણ નથી. હું કાલે તમને જણાવીશ, હું કાલે પાછો આવીશ."

એલિયટ એલ્ડરસન નામના આ હેકરે અગાઉ પણ આધાર એપની ખામીઓ ઉજાગર કરી હતી. તેણે સુરક્ષા મુદ્દાની ચેતવણી વાળા કેટલાય ટ્વીટ કર્યા હતા. એલ્ડરસને એમ પણ લખ્યું કે "PS રાહુલ ગાંધી સાચા હતા." પોતાના ટ્વીટ સાથે તેમણે રાહુલ ગાંધીનને પણ ટેગ કર્યા હતા. એલ્ડરસનના પહેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું કે- "HI આરોગ્ય સેતુ, તમારી એપમાં સુરક્ષા સાથે જોડાયેલો એક મુદ્દો સામે આવ્યો છે. 90 મિલિયન ભારતીયોની ગોપનીયતા દાવ પર છે શું તમે ખાનગી રૂપે મારો સંપર્ક કરી શકો છે? માનનીય રાહુલ ગાંધી સાચા હતા."

જેના એક કલાક બાદ હેકરે સ્વીકર્યું કે ભારત સરકારે તેનો સંપર્ક સાધ્યો છે. ઈન્ડિયન કંપ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેંટરે તેમનો સંપર્ક કર્યો હતો. હેકરે એ સમયે સરકારને ચેતવણીભર્યા સૂરમાં કહ્યું હતું કે જ્યાં સુધી સુરક્ષા માપદંડોની ખામીને ઠીક ના કરી શકાય, ત્યાં સુધી તે આ સાર્વજનિક કરવુ ચાલુ રાખશે. તેમણે લખ્યું, 90 મિલિયન ભારતીયના મેડિકલ ડેટા નાખવો કોઈ વિકલ્પ નથી. મારી પાસે વધુ ધૈર્ય છે, માટે ઉચિત સમયે તેનો ખુલાસો કરીશ.

આરોગ્ય સેતુ એપને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સવાલ ઉઠાવાયા બાદ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ભાજપી નેતા રવિશંકર પ્રસાદે જવાબી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા દરરોજ એક નવું જૂઠ બોલે છે. ભાજપે કહ્યું કે જે લોકોએ જીવનભર માત્ર ઝાંકવાનું કામ કર્યું તેઓ નહિ સમજી શકે કે ટેક્નોલોજીને ભલાઈના કામોમાં ઉપયોગમાં લેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય સેતુ એપ લોકેશન, મેડિકલ અને ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે કોવિડ 19થી સંક્રમિત થનારાઓની સંભાવનાનું મૂલ્યાંકન કરે છે. જે કોવિડ 19થી સંક્રમિત વ્યક્તિની માહિતી બ્લૂટૂથ અને વાઈફાઈ મારફતે તેના સંપર્કમાં આવતા લોકોને આપે છે. હાલ સરકાર કોરોના વાયરસથી બચવા માટે લોકો પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પર ભાર આપી રહી છે.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા દુનિયાની સૌથી મોટી યોજના, 10 પોઈન્ટમાં સમજોવિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા દુનિયાની સૌથી મોટી યોજના, 10 પોઈન્ટમાં સમજો

English summary
government says no data breach in aarogya setu app
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X