નાણાંકિય વર્ષ બદલાશે, નવેમ્બરમાં બજેટ બહાર પડશે: જેટલી

Written By:
Subscribe to Oneindia News

નાણામંત્રી અરુણ જેટલીએ શુક્રવારે જણવ્યું હતું કે સરકાર દેશનું નાણાંકીય વર્ષ બદલવા પર વિચાર કરી રહી છે. આગામી નાણાંકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બરનું કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ નાણાંકિય વર્ષ એપ્રિલથી માર્ચનું છે. ઉપરાંત સરકાર વાર્ષિક બજેટ રજૂ કરવાના સમયગાળામાં પણ બદલાવ લાવવા વિચારી રહી છે. વર્તમાન સમયમાં જે બજેટ ફેબ્રુઆરીમાં બહાર પડે છે તે મોદી સરકાર નવેમ્બરમાં લાવવા માટે વિચાર કરી રહી છે.

Arun jaitley


150 વર્ષ જૂની પરંપરા
જો આવુ થાય છે જો તો 150 વર્ષ જુની પરંપરાનો અંત આવશે. 1867થી ભારતમાં એપ્રીલ થી માર્ચનું નાણાકિય વર્ષ વ્યવસ્થાને શરૂ કરવામાં આવી હતી. પીએમ મોદી એ પણ આ બદલાવને યોગ્ય જણાવતા સરકારની નાણાંકિય વર્ષને બદલવાની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે સંભાવના છે કે આવતા વર્ષથી આ કામગીરી કેલેન્ડર પ્રમાણે ચાલે.
ઐતિહાસિક બદલાવ
આ વર્ષે સરકારે 1 ફેબ્રુઆરીએ બજેટ બહાર પાડ્યુ હતું. જે તેના નિયત સમય કરતા એક મહીનો વહેલુ હતુ. જે સરકારનો પહેલો ઐતિહાસિક બદલાવ હતો. જો સરકાર નવેમ્બરમાં બજેટ બહાર પાડે છે તો તે મોદી લરકારનો બીજો મોટો બદલાવ હશે.

English summary
Govt considering to change financial year to Jan-Dec from april-march.
Please Wait while comments are loading...