For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિડિયો: સ્ટંટ શો દરમિયાન વર્લ્ડ રેકોર્ડ ધારકનું મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sailendra-nath-roy
સિલિગુડી, 29 એપ્રિલ: ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવનાર પશ્વિમ બંગાળના હોમગાર્ડ શૈલેન્દ્ર નાથ રોયનું રવિવારે દર્શકોની સામે જ ત્રાહિત રીતે મોત નિપજ્યું હતું. પોલીસે આ જાણકારી આપી છે. શૈલેન્દ્ર નાથ રોય નામ પર પોતાના વાળના સહારે લટકીને સૌથી વધુ અંતર કાપવાનો વર્લ્ડ રેકોર્ડ તેમના નામે દાખલ છે.

49 વર્ષીય શૈલેન્દ્ર નાથ રોયે રવિવારે પોતાનો રેકોર્ડ તોડવા માટે દાર્જીલિંગના સિલીગુડીમાં તીસ્તા નદી પર 70 ફૂટની ઉંચાઇ પર 600 ફૂટ લાંબા તાર સાથે પોતાના વાળની ચોટીને બાંધી લીધી. સેવક કોરોનેશન પુલથી શરૂ કરતાં નદીને લગભગ 40 ટકા સુધી પાર કરી ચૂકેલા શૈલેન્દ્ર નાથ રોય તારમાં ફસાઇ ગયા અને હલન-ચલનની અવસ્થામાં ન રહ્યાં. પોતાને છોડાવવાનો પ્રયત્ન કરતાં શૈલેન્દ્રનું મોત નિપજ્યું જ્યારે અસહાય દર્શકો તેમને મરતાં જોઇ રહ્યાં.

શૈલેન્દ્ર નાથ રોયનો સ્ટંટ જોવા માટે ત્યાં એકઠા થયેલા દર્શકોએ શૈલેન્દ્ર નાથ રોય તારમાં ફસાઇ ગયા બાદ શરૂઆતમાં તેમને ખૂબ ઉત્સાહિત કર્યા, પરંતુ લાખ પ્રયત્નો કરવા છતાં છૂટવામાં નિષ્ફળ રહેતાં તે બૂમો પાડવા લાગ્યાં અને આગળ વધવા લાગ્યાં. થોડી વાર બાદ શૈલેન્દ્ર નાથ રોયે હલન-ચલન બંધ કરી દિધું અને લગભગ તે 45 મિનિટ સુધી લટકતા રહ્યાં. ત્યારબાદ જ પોલીસ તેમને નીચે ઉતારી શકી.

શૈલેન્દ્ર નાથ રોયને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમનું મોત હદય બંધ થઇ જવાથી થયું છે. સિલીગુડીના પોલીસ કમિશનર કે જયરામને કહ્યું હતું કે શૈલેન્દ્ર નાથ રોય હોમગાર્ડ હતા અને રવિવારે તે રજા પર હતો. શૈલેન્દ્ર નાથ રોયે એક માર્ચ 2011ના રોજ રાજસ્થાનના નીમરાણા કીલ્લા પર એક જિપ વાયર પર પોતાના વાળના ગુચ્છાના સહારે સૌથી વધુ અંતર 82.5 મીટર કાપીને પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું હતું. ગત વર્ષે તેમને પોતાના વાળની ચોટીના સહારે 40 ટનની ટ્રેનને ખેંચીને સૌને ચકિત કરી દિધા હતા અને વાહવાહ મેળવી હતી.

<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/137ziQYImOU" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Sailendra Nath Roy, who had made his way to the Guinness Book of World records for his stunts, died in Siliguri while performing a rope stunt over Teesta river at Sevoke.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X