For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હજી પણ ઓછું વિકસીત રાજ્ય : રાજન સમિતીનો રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : માનવ વિકાસ સૂચકાંકના આધારે રાજ્યોની ઓળખ માટે રચાયેલી સમિતીએ આપેલા રિપોર્ટ અનુસાર ગુજરાત હજી પણ ઓછું વિકસીત રાજ્યની શ્રેણીમાં આવે છે. આ શ્રેણીમાં ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યો પણ છે. આ માટે રચવામાં આવેલી રધુરામ રાજનની સમિતિએ ભારતના તમામ રાજ્યોને ત્રણ શ્રેણીમાં મૂક્યા છે. જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સા સહિત 10 રાજ્યોને અલ્પ વિકસીત રાજ્યોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.

સમિતિએ વિવિધ રાજ્યોને અલ્પ વિકસીત, ઓછા વિકસીત અને સરેરાશ વિકસીત એવી ત્રણ શ્રેણીમાં મૂક્યા છે. પ્રથમ શ્રેણીમાં 10 બીજી શ્રેણીમાં 11 અને ત્રીજી શ્રેણીમાં 7 રાજ્યોને રાખવામાં આવ્યા છે. અલ્પ વિકસીત રાજ્યોમાં ઓરિસ્સા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન છે.

gujarat-map

રિપોર્ટ અનુસાર ઓછા વિકસીત રાજ્યોમાં મણીપુર, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, આંધ્ર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મિઝોરમ, ગુજરાત, ત્રિપુરા, કર્ણાટક અને સિક્કીમ તેમજ હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. જ્યારે સરેરાશ વિકસીત રાજ્યો છે હરિયાણા, ગોવા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, કેરળ અને ગોવાનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ એક પછી એક નવા દાવ ફેંકી રહી છે. રાજનની આ સમિતિના અહેવાલને પગલે કેન્દ્ર સરકારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની તૈયારી કરી રહી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર છેલ્લા ઘણા સમયથી આ માંગ કરી રહ્યા હતા.

સરકારનું આ પગલું જેડીયુને રાજી કરવાનો પ્રયાસ મનાઈ રહ્યું છે. જેડીયુ અગાઉ જ એનડીએથી અલગ થઈ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ તેને એક તકની જેમ જોઈ રહ્યું છે, ત્યારે 2014માં જેડીયુ પણ યુપીએ સાથે જોડાય તો નવાઈ નહી. અગાઉ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર કહી ચૂક્યા છે કે વિશેષ રાજ્યો દરજ્જો આપનાર પાર્ટીને તેઓ ટેકો જાહેર કરશે.

યુપીએ સરકારે અગાઉ સાતમા પગાર પંચની રચનાને મંજૂરી આપી વાહવાહી મેળવી છે. તે પહેલા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો, મધ્યમ પરિવારોને મફત મોબાઈલ ફોનની યોજના, અપરાધી સાંસદોને ચૂંટણી લડવાની પરવાનગી, આંધ્ર પ્રદેશના ભાગલા જેવા મહત્વના નિર્ણયો યુપીએ સરકારે છેલ્લા બે માસમાં લીધા છે.

English summary
Raghuram Rajan committee have classified indian states in 3 development categories. Gujarat and 10 other states are in less developed state category in report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X