For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિંદગીના 88માં પડાવમાં પણ અટલ છે 'અટલ'

|
Google Oneindia Gujarati News

તૂટે હુએ સપને કી કોન સુને સિસકી
અંતર કી ચિર વ્યથા પલકો પર ઠિઠકી
હાર નહીં માનૂંગા, રાર નહીં માનૂંગા
કાલ કે કપાલ પર લિખતા-મિટાતા હૂં
ગીત નયા ગાતા હૂં, ગીત નયા ગાતા હૂં

અમે વાત કરી રહ્યાં છીએ એક એવા મહાન નેતાની જેમના કરોડો ચાહકો છે, જેમની શખ્સિયત રાજકીય જમીનથી લઇને કવિતાની મુલાયમ ફર્શ તક ફેલાયેલી છે. જેમની ચુટકી, ઠહરાવ, શબ્દ અને જેમની બોલવાની કળાનો આખો દેશ દિવાનો છે. જીહા, આ મહાન શખ્સિયતનું નામ છે અટલ બિહારી વાજપાયી અને આજે તેમનો જન્મદિવસ છે. આજે તે જીવનના 89માં પડાવમાં ડગ મુકી રહ્યાં છે. તો આગળની વાત કરતા પહેલા અમે વાજપાયીજીના જન્મદિવસની હાર્દિક શુભકામના આપીએ છીએ.

અટલ બિહારી વાજપાયીને કોઇ ઓળખની જરૂર નથી, કારણ કે જે રીતે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન કે રાષ્ટ્રચિન્હ કોઇ દેશની ઓળખ હોય છે, તેવી જ સ્થિતિ કેટલાક વ્યક્તિઓની હોય છે. તે પોતાના રાષ્ટ્રના પર્યાય અને ઓળખ બની જાય છે. જેમ કે અબ્રાહમ લિંકનથી અમેરિકા, કોસિગનથી સોવિયતસંઘ, ચાઉ એનલાઇ અથવા માઓત્સે તુંગથી ચીન, સદ્દામ હુસેનથી ઇરાક, જુલ્ફિકાર અલી ભુટ્ટોથી પાકિસ્તાન અને મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી કે પછી અટલ બિહારી વાજપાયીથી ભારત. આજે વાજપાયીનો જન્મ દિવસ છે તો ચાલો તેમની સાથે જોડાયેલી કેટલીક બાબતો પર નજર નાંખીએ.

વાજપાયીનો જન્મ વર્ષ 1924માં આજના દિવસે થયો હતો. પોતાના યુવાનોના દિવસોમાં અટલ બિહારી વાજપાયીએ ઘણું અધ્યયન કર્યું અને પછી પણ તેઓએ વાંચવાનું છોડ્યું નહીં. તે સરકારી કાગળોનું પણ ગહન અધ્યય કરતા હતા. વાજપાયીમાં કોઇપણ વિષય ઉપર કલાકો સુધી બોલવાની ક્ષમતા હતી. તેમને બોલતા પહેલા વાંચવાની જરૂરત નહોતી. અટલજી જ્યારે પણ ભાષણ કરતા હતા ત્યારે વિરોધી ચુપચાપ સાંભળતા હતા. વાજપાયી અલગ-અલગ ક્ષેત્રોમાંથી ચૂંટણી જીતવાની ક્ષમતા ધરાવતા હતા.

તે બે વખત રાજ્યસભામાં ગયા અને 10 વાર લોકસભાના સભ્ય બન્યા. તે ચાર રાજ્યોના અલગ-અલગ ક્ષેત્રો, બલરામપુર, લખનૌ, વિદિશા, ગ્વાલિયર, નવી દિલ્હી, ગાંધીનગરમાંથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં. તેમણે સત્તા પર રહેવા માટે કરાર કરવામાં ઉતાવળ દર્શાવી નહોતી. તેમને રાષ્ટ્ર ભાષા હિન્દી પ્રત્યે પ્રેમ વધુ હતો. જ્યારે તે વિચાર, સ્વભાવ, રહેણી-કહેણીમાં સંપૂર્ણપણે ભારતીય હતા. તે ઉદાર રહ્યાં તેમનામાં કટ્ટરતા નહોતી. તેમનામાં સાહસ, પ્રબંધન, સમન્વય અને સંયોજનની શક્તિ રહી. એવું નથી કે તે માત્ર ધીર-ગંભીર રહેતા હતા, તે હસી-મજાકમાં પણ પાછળ નહોતા. તેમની ગણતરી સ્પષ્ટવાદી નેતાઓમાં થઇ.

વાજપાયીની રાજકીય સફર

1957માં વાજપાયી જ્યારે પહેલીવાર સાંસદ બન્યા ત્યારે તેમની ઉમર 33 વર્ષ હતી. ત્યારબાદ જનસંઘની ટિકિટ પર ઉત્તર પ્રદેશના બલરામપુર લોકસભા ક્ષેત્રમાં તે બીજી વખત ચૂંટાઇ આવ્યા. દીનદયાળ ઉપાધ્યાયે તેમના અંગે કહ્યું હતું કે વાજપાયીમાં ઉમર કરતા વધારે દ્રષ્ટિકોણ અને સમજદારી છે. 1977માં મોરારજી દેસાઇના નેતૃત્વવાલી જનતા પાર્ટી સરકારમાં વાજપાયી વિદેશમંત્રી બન્યા. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીનું ગૌરવ વધાર્યું. 29 ડિસેમ્બર 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના થઇ અને વાજપાયી જ તેના સંસ્થાપક અધ્યક્ષ બન્યા.

ત્યાર બાદ 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં વિવાદાસ્પદ ઢાંચાના ધ્વસ્તના અભિયાનમાં વાજપાયીએ પોતાના તેનાથી અલગ રાખ્યા અને આ ઘટના અંગે ખેદ પણ વ્યક્ત કર્યો. 1993માં વાજપાયી લોકસભામાં નેતા પ્રતિપક્ષ તરીકે ચૂંટાયા, જેના કારણે રાજકીય બિરાદરીમાં ભાજપની સ્વીકાર્યતા અને સ્થાન વધવા લાગ્યું. 1996માં લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી અને વાજપાયી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા. આ દરમિયાન તેમનો કાર્યકાળ માત્ર 13 દિવસનો રહ્યો. 1998માં વાજપાયી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા અને આ દરમિયાન તેમનો કાર્યકાળ 13 મહિનાનો રહ્યો.

આ કાર્યકાળમાં જ તેમણે પરમાણુ પરીક્ષણ કર્યા ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં વાજપાયી ભલે એક જ વોટથી હારી ગયા હોય પરંતુ તેમમે કરોડો લોકોના દીલ જીતી લીધા. 1999માં લોકસભા ચૂંટણીમાં વાજપાયીના નેતૃત્વમાં એનડીએ બહુમત સાથે સત્તા પર આવ્યું અને ફરી દેશમાં રાજકીય સ્થિરતા આવી. આ તો વાત રહી વાજપાયીના રાજકીય સફરની, શું તમને ખબર છે કે આ મહાન શખ્સિયતનું હાલનું જીવન કેવી રીતે વ્યતિત થઇ રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી વાજપાયી દિલ્હી સ્થિત સરકારી આવાસમાં રહે છે.

વર્ષ 2009માં લકવાના આઘાતના કારણે તેમણે વધુ સમય પથારીમાં વિતાવ્યો. તેમને દિવસમાં બે વખત વ્હીલચેરમાં બેસાડીને ફેરવવામાં આવતા હતા. વાજપાયીની યાદશક્તિ ઘણી નબળી પડી ગઇ. પરિસ્થિતિ એ છે કે તેમને કોઇ મળવા આવે છે તો તેમને યાદ અપાવવું પડે છે. તેમને આજે પણ પત્રો આવે છે, જેના જવાબ તેમના સચીવ આપે છે. વાજપાયીને સંભળાય પણ ઓછું છે બોલવામાં મુશ્કેલી પડી રહી છે. હવે તે સમાચાર પત્ર કે પુસ્તક નથી વાચતા માત્ર ટીવી જૂએ છે.

આજે સંયોગ કહો કે પછી અન્ય કંઇ અટલજીના સહયોગી અને તેમના સારા મીત્ર રહેલા પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસની સ્થિતિ પણ આવી જ છે. અટલજીની હાલત ભલે નબળી હોય પરંતુ ઉમરના 87માં પડાવ પણ તે આજે અટલ છે. આપણે તેના સારા સ્વાસ્થ્ય માટે કામના કરવી જોઇએ આ સાથે જ તેમને ફરીએકવાર જન્મદિનની શુભેચ્છા આપીએ છીએ.

અટલજી અંગે તમારી શું રાય છે તે નીચે આપેલા ફીડબેક બોક્સ થકી જણાવો.

English summary
Former Prime Minister and one of the most popular and charismatic political leader Atal Bihari Vajpayee will celebrate his 88th birthday on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X