ભાજપમાં આશાનું નવું ‘કિરણ’, સિંહનો પણ પ્રવેશ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 10 જાન્યુઆરીઃ અણ્ણાના સહયોગી અરવિંદ કેજરીવાલે તેમનો સાથ છોડીને નવી પાર્ટી બનાવી લીધી. અરવિંદ કેજરીવાલ બાદ હવે અણ્ણાના અન્ય સહયોગી કિરણ બેદી અને જનરલ વીકે સિંહ પણ તેમનો સાથ છોડવાના છે. મળતી માહિતી અનુસાર કિરણ બેદી અને જનરલ વીકે સિંહ ભાજપમાં સામેલ થશે.

kiran bedi
એક સમયે અરવિંદ કેજરીવાલના નજીકના રહી ચૂકેલા કિરણ બેદી હવે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું ખુલ્લું સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે. કિરણ બેદીએ કહ્યું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર બનવી જોઇએ અને દેશના આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય તો સારું રહેશે. નરેન્દ્ર મોદી પ્રત્યે તેમનું નિવેદન સ્પષ્ટ થઇ રહ્યું છે કે હવે કિરણ બેદી ટૂંક સમયમાં ભાજપ સાથે જોડાઇ જશે.

આ પહેલી વાર છે કે કિરણ બેદીએ સાર્વજનીક રીતે મોદીનું સમર્થન કર્યું છે. કિરણ બેદીએ આ વાત એક ખાનગી ચેનલને જણાવી છે. બાદમાં તેમણે ટ્વીટ કરીને પણ મોદીને મત આપવા માટે સાર્વજનીક જાહેરાત કરી છે. તેમણે કરેલા ટ્વીટ કર્યુ કે મારા માટે ભારત સૌથી પહેલા. સ્થિર, સુશાસિત, પ્રશાસિત, જવાબદેહ અને બધાનો સાથ. એક સ્વતંત્ર મતદાતા તરીકે મારો મત નમોને. કિરણ બેદીનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે, કારણ કે મીડિયામાં એવા સમાચાર આવી રહ્યાં છે કે, પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહ ટૂંક સમયમાં ભાજપમાં સામેલ થઇ શકે છે.

English summary
Gandhian Anna Hazare's aide and former IPS officer Kiran Bedi on Thursday openly supported BJP's prime ministerial candidate Narendra Modi for the 2014 Lok Sabha polls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.