કૈદારનાથ યાત્રાને વરસાદના કારણે રોકવામાં આવી

Posted By:
Subscribe to Oneindia News

દેશના અલગ અલગ વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યા છે. ત્યારે ઉત્તરાખંડ અને આસામમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. ઉત્તરાખંડમાં દેહરાદૂન સમેત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે 6 લોકોની મોત થઇ છે. અને જળબંબાકાર વરસાદના પગલે કેદારનાથ યાત્રાને પણ અસ્થાઇ રીતે રોકવામાં આવી છે. હવામાન વિભાગે આવનારા 24 કલાકમાં ભારે વરસાદની વાત કહી છે. ઉત્તરાખંડમાં ગંગા સમેત અનેક મોટી નદીઓમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઇ છે. વળી વરસાદના કારણે દેહરાદૂન અને નવી દિલ્હીના રાષ્ટ્રીય રાજમાર્ગને પણ બંધ કરવામાં આવ્યો છે. પાણી ભરાવાના કારણે આ રાજમાર્ગને બંધ કરવામાં આવ્યો છે.

kedarnath

ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી પીયૂસ રૌતેલાના જાણાવ્યા મુજબ ત્રણ લોકોની મૃત્યુ મસૂરીમાં થઇ છે જ્યારે એક વ્યક્તિનું શબ દેહરાદૂનમાં રિસ્પાના નદી પાસેથી મળ્યું છે. સાથે જ ટિહરી અને પિથૌરાગઢમાં ભારે વરસાદના કારણે બે મજૂરોની મોત થઇ છે. હરિદ્વારમાં પણ પ્રશાસનને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને એનડીઆરએફની ટીમને પ્રભાવી સ્થળો પણ તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. વધુમાં નૈનીતાલમાં પણ ભૂસ્ખલન થતા અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. બીજી તરફ પૂર્વોત્તર વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે 5 લોકોની મોત થઇ છે. રાજ્યમાં પૂરીની સ્થિતિના કારણે 24 જિલ્લાના લગભગ 17.2 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. અને કાજીરંગા નેશનલ પાર્કમાં પણ પૂરના કારણે પ્રાણીઓની હાલત કફોડી થઇ છે.

English summary
Heavy rain in Uttarakhand, govt stopped Kedarnath Yatra.
Please Wait while comments are loading...