For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 29,429 નવા મામલા સામે આવ્યા, 528ના મોત

એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 29,429 નવા મામલા સામે આવ્યા, 528ના મોત

|
Google Oneindia Gujarati News

Coronavirus Cases in India: દેશમાં કોરના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. દરરોજ કોવિડ-19ના રેકોર્ડ સ્તરે મામલા વધીરહ્યા છે. પાછલા 24 કલાકમાં ભારતમાં 29429 નવા મામલા સામે આવ્યા છે. આ એક દિવસમાં કોવિડ-19ના નવા નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ મામલા છે. આની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 9,36,181 પર પહોંચી ગયો છે. બુધવારે જાહેર સ્વાસ્થ્ય મંતરાલયના આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં 582 લોકોના વાયરસથી મોત થયા. અત્યાર સુધીમાં કુલ 24309 લોકોના મોત થયાં. જો કે કોરોનાથી ઠીક થનાર દર્દીની સંખ્યા વધીને 5,92,032 થઇ ગઇ છે. થોડી રાહતની વાત એ છે કે રિકવરી રેટ 63.23 ટકા થઇ ગયો છે.

કોરોનાના મામલામાં સતત વધારો

કોરોનાના મામલામાં સતત વધારો

કોરોનાના વધતા મામલા વચ્ચે ટેસ્ટિંગ પ્રક્રિયામાં પણ તેજી લાવવાની કવાયત ચાલુ છે. 14 જુલાઇએ એટલે કે મંગળવારે 3,20,161 નમૂનાના પરિક્ષણ કરાયાં. એક દિવસમાં થયેલ ટેસ્ટિંગનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. જ્યારે 14 જુલાઇ સુધી કુલ 1 કરોડ 24 લાખ 12 હજાર 664 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. પોઝિટિવ રેટ 9.19 ટકા પર છે. એટલે કે ટેસ્ટિંગ દરમિયાન કુલ નમૂનામાંથી 9.19 ટકા લોકો સંક્રમિત મળી રહ્યા છે.

મહારાષ્ટ્ર સૌથી આગળ

મહારાષ્ટ્ર સૌથી આગળ

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પર નજર દોડાવીએ તો પાછલા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ મામલા અને મોતના મામલે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. અહીં 24 કલાકમાં કુલ 6741 નવા દર્દી મળ્યા છે અને 213 લોકોના મોત થયાં છે. કોરોનાના મામલાના હિસાબે મહારાષ્ટ્ર પહેલા નંબરે છે.

31 લાખ લોકો ક્વોરેન્ટાઇન

31 લાખ લોકો ક્વોરેન્ટાઇન

ગૃહ મંત્રાલયના આંકડાઓ મુજબ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 31.58 લાખ લોકો ક્વોરેન્ટાઇનમાં છે. ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોને લઇ કેન્દ્રને જબરી ચિંતા છે, કેમ કે આગામી દિવસોમાં કોવિડ-19ના મામલામાં કમી આવવાના કોઇ સંકેત નથી જણાઇ રહ્યા.

English summary
highest coronavirus cases registered in a single day in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X