For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Opinion Poll અનુસાર હિમાચલમાં BJPની સરકાર, પરંતુ...

ઓપિનિયન પોલ અનુસાર હિમાચલ પ્રદેશમાં બનશે ભાજપની સરકાર, પરંતુ હાલની રાજકારણીય પરિસ્થિતિઓ કંઇ બીજું જ કહે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને દેશોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ વિધાનસભાની ચૂંટણી ભાજપ ઉપરાંત વિપક્ષ માટે અગ્નિપરીક્ષા સમાને છે. ઇન્ડિયા ટૂડે તરફથી કરવામાં આવેલ ઓપિનિયન પોલ ભાજપ માટે રાહતના સમાચાર સમાન છે. ઓપિનિયન પોલ અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પણ ભાજપની સરકાર બનવાની શક્યતાઓ છે. ઇન્ડિયા ટૂડે ગ્રૂપ અને એક્સિ માય ઇન્ડિયા તરફથી કરવામાં આવેલ ઓપિનિયલ પોલ અનુસાર, હિમાચલ પ્રદેશમાં ભાજપને કુલ 68 બેઠકોમાંથી 43થી 47 બેઠકો સાથે બહુમત મળશે તથા કોંગ્રેસને 21થી 25 બેઠકો મળશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં હાલ વીરભદ્ર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે. જો કે, 25 ઓક્ટોબર સુધીની પરિસ્થિને જોતાં કહી શકાય કે, હિમાચલમાં ભાજપ માટે સરકાર બનાવવી એટલી સરળ નહીં રહે.

himachal elections 2017

ભાજપ નેતા પ્રેમ કુમાર ધૂમલ પોતાની ઉપેક્ષાને કારણે કેન્દ્રિય નેતૃત્વથી નારાજ છે અને તેઓ પોતાના ક્ષેત્ર સુજાનપુરથી બહાર જ નથી નીકળ્યા, તો બીજી બાજુ બીજા મોટા નેતા શાંતા કુમાર પર કેટલાક કારણોસર નારાજ છે. ભાજપે 3 મહિના પહેલાં રાજ્યમાં પોતાના હકમાં વાતાવરણ ઊભું કર્યું હતું, પરંતુ ટિકિટ વહેંચણી બાદ એ વાતાવરણ જાણે ગાયબ થઇ ગયું છે. શિમલાની સત્તાનો રસ્તો કાંગડા થઇને જાય છે. વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ કાંગડામાંથી મળેલ ભારે સમર્થનને કારણે જ જીત્યું હતું. કાંગડા જિલ્લામાં 15 વિધાનસભા ક્ષેત્રો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે આમાંથી 10 બેઠકો આવી હતી, બે બેઠકો પર અપક્ષનો વિજય થયો હતો. અંતે કોંગ્રેસે આ બંનેને પોતાનું સમર્થન આપ્યું હતું. કાંગડાના વેપારીમાં વર્ગમાં જીએસટી અંગે પીએમ મોદી, અમિત શાહ અને અરુણ જેટલી પ્રત્યે ઘણો રોષ છે. આથી, હાલની કાંગડાની પરિસ્થિતિઓને જોતાં ભાજપ માટે જીતવું એટલું સહેલું નથી.

English summary
Himacchal Pradesh Assembly Election 2017 Opinion Poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X