For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશ : કોંગ્રેસનો પંજો મજબૂત, ભાજપનું કમળ મુરઝાયું

|
Google Oneindia Gujarati News

election-officials
શિમલા, 20 ડિસેમ્બર : હિમાચાલ પ્રદેશના ચૂંટણી પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. ભારતીય ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ 68માંથી 36, ભાજપે 68માંથી 26 અને અન્યોએ 6 બેઠકો મેળવી છે. આમ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ચૂંટણી પરિણામોમાં ભાજપે 182માંથી 120, કોંગ્રેસે 56, જીપીપીએ 2, એનસીપીએ 1 અને અન્યોએ 3 બેઠક મેળવી છે.

અપડેટ : 4.00 PM

હિમાચલ પ્રદેશ : કોંગ્રેસનો પંજો મજબૂત, કમળ મુરઝાશે

હિમાચાલ પ્રદેશની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત બની હોય તેમ લાગી રહ્યું છે. મત ગણતરીના ટ્રેન્ડ આવી રહ્યા છે તે મુજબ 68 બેઠકોમાંથી કોંગ્રેસ 37 બેઠકો પર અને ભાજપ 24 બેઠકો પર અને અન્ય 7 બેઠકો આગળ ચાલી રહ્યા છે.

અપડેટ : 10.15 AM

હિમાચલ પ્રદેશ : ધુમલ કે વિરભદ્ર આજે ફેંસલો

હિમાચાલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2012ના પરિણામ સંદર્ભે હિમાચલ પ્રદેશને ભારે રાહ જોવી પડી છે. એટલું જ નહિ પણ બન્ને રાજ્યની મત ગણતરી સાથે કરવાનો પંચનો નિર્ણય હોવાથી 46 દિવસે હિમાચલની મત ગણત્રી આવતીકાલે થશે. સરકારને હિમાચલ પ્રદેશની ચૂંટણીનો કુલ ખર્ચ 10 કરોડ રૂપિયા આવ્યો છે જેના 40 ટકા એટલે કે રૂપિયા 4 કરોડ ખર્ચ તો ઇ.વી.એમ.ને સાચવવાનો જ આવ્યો છે. જોવાનું એ રહે છે કે સત્તા ફરી ધુમલને મળે છે કે વીરભદ્રસિંહનું નસીબ ચમકે છે.

હિમાચલ પ્રદેશમાં 4થી નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. 20મી ડિસેમ્બરે (કાલે) તેની ગણત્રી થશે. હિમાચલ પ્રદેશમાં 68 મતક્ષેત્રો, એટલા જ ધારાસભ્યો છે. દરેક મતક્ષેત્રોની પેટીઓ અલગ રખાઈ હોવાથી રાજ્યના દરેક મતક્ષેત્રના 68 હોલ ખાતે સવારે આઠ વાગ્યાના સુમારે તેની ગણત્રી ચાલુ થશે. તમામ મતક્ષેત્રોના પરિણામો સાંજ સુધીમાં આવી જશે. તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર નરીન્દરસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

હિમાચલ પ્રદેશમાં પણ મોટા પ્રમાણમાં મતદાન થયું છે. ગુજરાતમાં સરાસરી મતદાન 71.32 ટકા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં તે સરાસરી ગુજરાત કરતા પણ ઉંચી 74.7 ટકા રહી છે હિમાચલના એક્ઝીટ પોલમાં કેટલીક સંસ્થાઓએ કોંગ્રેસની સરસાઈ તો કેટલીક સંસ્થાઓએ બંને પક્ષો વચ્ચે સામાન્ય તફાવતનું પૂર્વાનુંમાન રજૂ કર્યા છે.

હિમાચલની 68 બેઠકો પર 459 ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે. જેમાં મુખ્યપ્રધાન પી. કે. ધુમલ, 10 પ્રધાનો હિ.પ્ર.ની કોંગ્રેસ કમિટીના વડા વી. બી. સિંહ, ભાજપના રાજ્ય વડા સતપાલસિંહ સેટ્ટી, વિધાનસભાના વિપક્ષી વડા વિદ્યા સ્ટોક્સ, 64 વર્તમાન ધારાસભ્યો ઉપરાંત એક ડઝન પૂર્વમંત્રીઓ અને ધારાસભ્યોનું ભાવિ નક્કી થશે.

હિમાચલમાં 17,02,790 મિલા 16,47,156 પુરુષો સહિત કુલ 33,49,648 મતદારોએ મતદાન કર્યું છે ત્યાં નાનું રાજ્ય હોવાના કારણે એક તબક્કામાં જ ચૂંટણી યોજાઈ હતી. 106 અપક્ષો અને 26 મહિલાઓએ ચૂંટણીમાં ઝુકાવેલું છે જેમાં કોંગ્રેસ- ભાજપે બધી જ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. 4500 સુરક્ષા દળના જવાનો હજી ચૂંટણી સંબંધી ફરજ બજાવી રહ્યા છે.

રાજ્યમાં કુલ 1.16 લાખ પોસ્ટલ બેલેટ પેપર વિતરીત કરાયા છે જેમાંથી 33,000 પોસ્ટલ મત પરત આવી ગયા છે. કાલ સાંજે 7.30 સુધીમાં 35,000 મત આવી જશે એટલે કે બે હજાર મત હજી ઉમેરાશે તેમ મનાય છે. આ પ્રકારનો મતાધિકાર રાજ્યના સુરક્ષા દળમાં ફરજ બજાવતા કે ચૂંટણી સંબંધી કાર્યને લીધે પોતાના મત વિસ્તારમાં મત ન આપી શકનારા કર્મચારીઓના છે. જે કાલે ચાલુ ગણત્રીએ 7.30 કલાક સુધી આવનારા પોસ્ટલ મત મહત્ત્વના ગણાશે.

English summary
Himachal Pradesh : Dhumal or Virbhadra declared today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X