ઓનર કિલિંગ: માતાપિતાએ 15 વર્ષની દીકરીની હત્યા કરી, જાણો કારણ

રાજસ્થાનના જયપુર પાસે શનિવારે ઓનર કિલિંગનો એક હેરાન કરી દેતો મામલો સામે આવ્યો છે, જ્યાં માતાપિતાએ પોતાની 15 વર્ષની દીકરીની હત્યા કરી નાખી.

રાજસ્થાનના જયપુર પાસે શનિવારે ઓનર કિલિંગનો એક હેરાન કરી દેતો મામલો સામે આવ્યો છે, જ્યાં માતાપિતાએ પોતાની 15 વર્ષની દીકરીની હત્યા કરી નાખી. જયપુર જિલ્લાના શંકરપુરા ગામની આ ઘટના એ બધાને હેરાન કરી દીધા છે. છોકરીના માતાપિતાએ ખોટું કહ્યું કે પરીક્ષામાં ખરાબ માર્ક્સ આવવાને કારણે જયારે તેને ટકોર કરવામાં આવી, ત્યારે તેમની દીકરીએ પોતાને આગ લગાવીને આત્મહત્યા કરી.

Honour Killing

ઓનર કિલિંગ મામલે પોલીસે માતાપિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસે 42 વર્ષના આરોપી પિતા ગોપાલ પુરી ગોસ્વામી અને તેની 40 વર્ષની પત્ની પરમા દેવીની ધરપકડ કરી લીધી છે. આરોપી ગોપાલ પુરી ગોસ્વામી ઘ્વારા પોતાને રાજસ્થાન હાઇકોર્ટમાં વકીલ ગણાવ્યો છે.

આ પણ વાંચો: પત્નીના ચરિત્ર પર શંકા, પતિએ કુહાડીથી હત્યા કરી

પોલીસે તેને એક ઓનર કિલિંગ મામલો ગણાવતા કહ્યું કે તેમની દીકરી કોઈ છોકરા સાથે રિલેશનમાં હતી. તેને કારણે ગામના લોકો વારંવાર માતાપિતાને તેમની દીકરીનું "ગંદુ ચરિત્ર" કહીને ટોર્ચર કરતા હતા. પોલીસે જણાવ્યું કે છોકરો પણ તેમની જ જાતિનો હતો. પરંતુ છોકરીના માતાપિતાએ પરેશાન થઈને 10માં ધોરણમાં અભ્યાસ કરતી પોતાની દીકરીની હત્યા કરી નાખી.

આ પણ વાંચો: લો બોલો, પકોડા માટે જમાઈએ કરી સાસુની કરપીણ હત્યા

છોકરીના માતાપિતાએ પહેલા પોલીસને જણાવ્યું કે સવારે લગભગ 10 વાગ્યે તેમની દીકરીએ આત્મહત્યા કરી લીધી. પરંતુ ત્યારપછી પોલીસ પૂછપરછમાં તેમને કબૂલ કરી લીધું કે તેમને જ પોતાની દીકરીની હત્યા કરી છે.

આ પણ વાંચો: અફેરની શંકામાં પત્નીનું ગળું કાપ્યું, જાણો આગળ શુ કર્યું

પોલીસના જણાવ્યા અનુસાર માતાપિતાએ સૌથી પહેલા છોકરીને કીટનાશક દવા ઘ્વારા બેહોશ કરી. ત્યારપછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. એટલું જ નહીં પરંતુ આખી ઘટના બદલવા માટે તેમને કેરોસીન નાખીને સળગાવી, જેથી તેને આત્મહત્યા બતાવી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X