For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢના હાઇટેક નક્સલીઓ પાસે 10 હજારથી વધારે યોદ્ધાઓ

|
Google Oneindia Gujarati News

રાયપુર, 28 મેઃ બસ્તરના દરભા ઘાટીમા જે રીતે નક્સલીઓએ મોતનો તાંડવ કર્યો, તેને જોઇને નોકરશાહો, ઘનપશુઓ અને ઠેકેદારોના પગ તળેથી જમીન સરકી ગઇ હશે. ક્યારેક આગળ, ક્યારેક પાછળ રહીને નક્સલીઓને સમર્થન કરનારા રાજનેતાઓ ઉપર જ્યારે નક્સલીઓનો હુમલો થયો તો તેમને પણ છઠ્ઠીનું દુધ યાદ આવી ગયું. બસ્તરના ટાઇગર આદિવાસી નેતા મહેન્દ્ર કર્માની જે રીતે હત્યા કરવામાં આવી, તેને જોઇને અને સાંભળીને હવે નેતા બસ્તરથી સુકમા, દંતેવાડા, નારાયણપુર અને બીજાપુર નહીં જાય. કમોવેશ ઓરિસ્સાના કોરાપુટ, નવરંગપુર, મલકાનગિરીની હાલત પણ કંઇક આવી જ છે.

નક્સલીઓની તાકાત પર નજર નાંખીએ તો તેમણે પોતાનું ક્ષેત્ર વધારી લીધું છે. તેમની પાસે ખતરનાક હથિયારોની સંખ્યા સતત વધી રહી છે. સુચનાની તમામ નવી ટેક્નિક તેમની પાસે છે. નક્સલીઓની સાચી તાકાત ગોરીલા લડાઇનમાં તેમની પારંગત સેન્ય કંપનીઓ છે.

પીપુલ્સ લિબરેશન ગોરીલા આર્મીની કંપનીઓ ત્રણથી દસ થઇ ચૂકી છે. તે સતત આ એરિયાનો વિસ્તાર અને સભ્યોની સંખ્યા વધારી રહ્યાં છે. એક મહિના પહેલા તેમણે કાંકેર અને રાજનાંદગાવના વિસ્તારોને મેળવીને નવું ડિવિઝન બનાવ્યું છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે નક્સલી રાજધાની તરફ આગળ વધી રહ્યાં છે. જો કે, એ વાતનો ઇન્કાર પણ કરી શકાય તેમ નથી કે, પોલીસના દબાણ અને સતત કાર્યવાહીથી ગરિયાબંદ, રાજનાંદગાંવ, કાંકેર જિલ્લાના કેટલાક ભાગોમાં તેઓ નબળા પડ્યા છે. જંગલ વોરફેર વિશેષજ્ઞોની વાત માનીએ તો નક્સલીઓના વિસ્તારમાં જઇને લડવા માટે તેમને ચાર ગણી શક્તિ જોઇએ. તે ત્યાંના વિસ્તારથી જાણીતા હોય છે. તેઓ પથ્થર વચ્ચે દોડવા માટે ટેવાયેલા હોય છે. તેમજ ગોરીલા યુદ્ધ તેમને વધુ પ્રભાવી બનાવે છે.

ડો. પ્રતાપ અગ્રવાલે જણાવ્યા નક્સલી પ્રભાવિત જિલ્લાને કેન્દ્ર અને રાજ્ય સરકાર એટલા પૈસા આપે છે કે, જો તેનો સંપૂર્ણપણે ખર્ચ કરવામાં આવે તો જિલ્લાની તસવીર બદલાઇ શકે છે, પરંતુ આટલા પૈસા મળ્યા પછી પણ બસ્તરની બહુસંખ્ય આબાદી વિજળી અને શૌચાલય વગર રહે છે. હોસ્પિટલ જવા માટે અનેક કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે, અર્થીની જેમ જીવીત વ્યક્તિની જેમ ખભા પર ઉઠાવીને હોસ્પિટલ સુધી લઇ જવુ પડે છે. અનેક સ્થળો પર તે નક્સલીઓ પર હજુ પણ નિર્ભર છે. એડીજી નક્સલ ઓપરેશન આરકે વિજે જણાવ્યું કે, નક્સલી પોતાની ફોજને વધુ મજબૂત બનાવવામાં લાગેલા છે. કેટલાક સ્થળો પર ફોર્સના દબાણમાં આવીને તેમણે પરત જવુ પડે છે, પરંતુ તેઓ સતત પોતાની શક્તિ વધારી રહ્યાં છે. તો ચાલો વાત કરીએ છત્તીસગઢના નક્સલીઓની શક્તિની.

ક્યાંથી આવે છે પૈસા

ક્યાંથી આવે છે પૈસા

ક્યાં શું ખર્ચ થાય છે તેનો કોઇ હિસાબ નથી, કારણ કે જ્યાં પૈસા કથિત રીતે ખર્ચ થઇ રહ્યાં છે ત્યાં પોલીસ પણ જઇ શકતી નથી. બની શકે કે આ પૈસા નેતા, નોકરશાહ અને ઠેકેદારો પાસેથી મળી ખાઇ રહ્યાં હશે અને તેનો એક મોટો હિસ્સો નક્સલીઓને પણ જતો હશે. નક્સલી વિસ્તારના વેપારીઓ પાસેથી રંગદારી ટેક્સ વસુલવામાં આવે છે. આદિવાસીઓના શોષણની લાખો વખત ફરિયાદ કરવામાં આવે તો પણ નોકરશાહોની આંખો ખુલતી નથી. જ્યાં સુધી આ નોકરશાહો, નેતાઓ અને ઠેકેદારો પર કમર કસવામાં નહીં આવે, નક્સલી આંદોલનનો ખાત્મો નહીં કરી શકાય.

ગોરિલા આર્મી

ગોરિલા આર્મી

નક્સલીઓની પીપુલ્સ લિબરેશન ગોરિલા આર્મીની કંપનીઓ ત્રણમાંથી 10 થઇ ચૂકી છે. તે સતત પોતાના સભ્યોની સંખ્યા વધારી રહ્યાં છે. ગોરીલા આર્મી જંગલોમાં હાથીઓને લઇને જાય છે, અને જંગલ ગમે તેટલું ગાઢ કેમ ના હોય તે ક્યારેય ભટકતા નથી. તેમને વિશેષ રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે, કે તે જંગલમાં લડી શકે, તેમને જંગલી જાનવરોનો જરા પણ ભય લાગતો નથી.

નક્સલીઓ પાસે એકે 47

નક્સલીઓ પાસે એકે 47

નક્સલીઓ પાસે એકે 47, એકે 57, લાઇટ મશીનગન અને ટૂ ઇન્ચ મોર્ટાર સાથેના યોદ્ધાઓ છે. 65થી 100 સભ્યો સાથે ચાલનારી આ કંપની ઘાત લગાવીને હુમલો કરે છે અને 300થી 400 જવાનોને ભારે પડી શકે છે. તાડમેટા જેવા મોટા હુમલાને અંજામ આપનારી આ કંપનીમાં ઓછામાં ઓછા 10 હજાર યોદ્ધા છે.

નક્સલી આંદોલન વધવાના કેટલાક અન્ય કારણ

નક્સલી આંદોલન વધવાના કેટલાક અન્ય કારણ

રાજનૈતિક ઇચ્છા શક્તિની ઉણપ
આંધ્રપ્રદેશની જેમ પોલીસ, પ્રશાસન અને જાસુસી તંત્ર એક જ દિશામાં કામ નથી કરી રહ્યાં.
નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ તો દૂર રસ્તાઓ પણ નથી બની રહ્યાં.
એન્ટી નક્સલ ફોર્સ તો બની છે, પરતુ જાસુસી સુચનાઓના અભાવે તેમનો સ્ટ્રાઇક રેટ ઘણો જ નબળો.

10 વર્ષમાં વધી આટલી તાકાત

10 વર્ષમાં વધી આટલી તાકાત

છેલ્લા દશ વર્ષોની વાત કરવામાં આવે તો 2003થી 2013 સુધી નક્સલીઓની શક્તિ કંઇક આ પ્રકારે વધી ગઇ છે. 2003માં જ્યા તેમના માત્ર ચાર ડિવિઝન હતા, તે હવે 12 ડિવિઝન છે. બે બટાલિયન બનાવાયી છે, પ્લાટૂન 6થી વધીને 41 થઇ ગઇ, ગોરિલા કંપની 30થી વધીને 110 થઇ ગઇ છે. તો હથિયારબંધ યોદ્ધાઓ 1 હજારથી વધીને 10 હજાર થઇ ગયા છે.

English summary
After the brutal attack on Congress leaders by Naxalites in Bastar government has again started thinking how to handle the situation. But the problem is Naxalites in Chhattisgarh are getting stronger day by day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X