જાણો, કેવી રીતે બનાવડાવશો તમારૂં વોટર આઇડી કાર્ડ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 માર્ચ: ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી છે, ત્યારબાદ મતદાતાઓ અને રાજનૈતિક દળોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મતદાતાઓ વોટ કરીને એકવાર ફરી દેશનું ભાગ્ય લખવા માટે તૈયાર છે, જેના માટે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે.

વોટર કાર્ડ બનાવવા માટે આપ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા તો 11 માર્ચના રોજ દેશભરમાં લાગનાર કેમ્પમાં જઇને ફોર્મ-6 ભરીને પોતાનું નામ વોટર લિસ્ટમાં રજિસ્ટર કરાવી શકો છો.

જો આપ ભારતની બહાર રહેતા હોવ તો ફોર્મ-6એ ભરીને પોતાનું નામ વોટર લિસ્ટમાં નોંધાવી શકો છો.

આ ઉપરાંત જો આપની પાસે આપનું વોટર આઇડી કાર્ડ હોય પરંતુ, તેમાં કોઇ ભૂલ રહી ગઇ હોય તો ફોર્મ-8 ભરીને તેને સુધરાવી શકો છો.

જો આપનું રહેઠાણનું સ્થળ કે સરનામું બદલાઇ ગયું હોય, તો તેને સુધરાવવા માટે ફોર્મ-8 એ ભરીને તેને બરાબર કરાવી લો.

ec
English summary
See here is the procedure to get Voter Card to cast your vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X