For Quick Alerts
For Daily Alerts

બીજા રાજ્યમાં શિફ્ટ થઈ રહ્યા હોવ તો કેવી રીતે ટ્રાન્સફર કરશો Voter ID, જાણો
બીજા રાજ્યમાં શિફ્ટ થાઓ તો Voter ID આવી રીતે ટ્રાન્સફર કરો
નવી દિલ્હીઃ મોટા ભાગના લોકોના મનમાં સવાલ રહેતો હશે કે એક રાજ્ય છોડીને બીજા રાજ્યમાં રહેવા જવાનું થાય તો ચૂંટણી કાર્ડને કઈ રીતે જે-તે રાજ્યમાં ટ્રાન્સફર કરશે? જો તમારા મનમાં પણ આવી કોઈ મુંઝવણ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને અહીં આ વિશે વિસ્તૃત માહિતી આપીશું. જણાવી દઈએ કે તમારું ચૂંટણી કાર્ડ ટ્રાન્સફર કરવા માટે તમારે ચૂંટણી કાર્યાલયના ધક્કા ખાવાની જરૂર નથી. આ કામ તમે ઘરે બેઠા જ ઈન્ટરનેટની મદદથી કરી શકો છો. તો અહીં જાણો કેવી રીતે...
- ચૂંટણી આયોગ તરફથી બંને વિકલ્પ (ઑફ લાઈન અને ઓનલાઈન) ઉપબ્ધ છે.
- નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલની વેબસાઈટ એનવીએસ https://www.nvsp.in પર જાઓ.
- મતદાર યાદીમાં એન્ટ્રી સ્પષ્ટીકરણના શુદ્ધિકરણ માટે અરજીના વિકલ્પ પર ક્લિક કરો.
- આગલી વિન્ડોમાં તમને એક ખુલેલું પેજ મળશે જેમાં તમારે ડીટેલ ભરવાની રહેશે.
- રાજ્ય/વિધાનસભા/સંસદ ક્ષેત્ર વગેરે નામ ભરો.
- જે બાદ મતદાતા યાદીની સાથે રજિસ્ટ્રેશનનનું વર્ણન સભા/સંસદીય ચૂંટણી ક્ષેત્રનું નામ પસંદ કરે.
- તમારું નામ, ફોટો ઓળખ પત્ર નંબર, સરનામું, જન્મ તારીખ, વય વગેરે ડીટેલ ભરો.
- જે બાદ તમારા વોટર આઈડી કાર્ડની ડીટેલ આપો.
- બાદમાં એ જગ્યાની પસંદગી કરો જ્યાં તમે અપડેટ કરવા માંગો છે.
- રિક્વેસ્ટની તારીખ નાખો.
- સબમિટ બટન દબાવો.
ઓફલાઈન મોડમાં આવી રીતે કરો સુધારો
- https://www.nvsp.in વેબસાઈટ પરથી ફોર્મ નંબર 8 ડાઉનલોડ કરો. આ ફોર્મ તમે ચૂંટણી કાર્યાલયથી પણ લાવી શકો છો.
- દસ્તાવેજોની સાથે આ ફોર્મને પણ ભરો.
- પોસ્ટના માધ્યમને તમે આને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર/ આસિસ્ટન્ટ ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરને મોકલી આપો.
આ દસ્તાવેજોની જરૂરત પડશે
- એક પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ઓળખ પત્ર- જેમાં જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ અથવા એલસી આપી શકો છો. ઉપરાંત એડ્રેસ પ્રૂફ માટે રાશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસેન્સ અથવા ફોન કે વિજળી-પાણીનું બિલ આપી શકો છો.
- તમે તમારી અરજી ઓનલાઈન જોઈ શકો છો.
- તમારું વોટર આઈડી કાર્ડ એક મહિનામાં રિલીઝ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો- ફેસબુક પર પણ બની શકે છે તમારું ચૂંટણી કાર્ડ, જાણો કેવી રીતે
Comments
English summary
How to transfer Voter ID from one state to another.
Story first published: Wednesday, March 6, 2019, 16:08 [IST]