For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ભારતમાં તમે કેવી રીતે કરી શકો છો મતદાન?

જાણો, ભારતમાં તમે કેવી રીતે કરી શકો છો મતદાન?

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી સમયમાં ઘણીબધી ચૂંટણી થનાર છે. ત્યારે તમારે તમારા મતાધિકારનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તમે લોકસભા ચૂંટણીનું મતદાન કરવા જાઓ તેની પહેલાની કેટલીક જરૂરીયાતો વિશે જણવું તમારે બહુ જરૂરી છે. અહીં અમે તમને કેટલાક વિવિધ તબક્કામાં જણાવશું કે તમારે વોટ કેવી રીતે આપવાનો છે.

આ પણ વાંચો- ફેસબુક પર પણ બની શકે છે તમારું ચૂંટણી કાર્ડ, જાણો કેવી રીતે

election how to

ભારતમાં મતદાન કેવી રીતે કરવું

ભારતમાં 18 વર્ષ કે તેથી વધુ વયનો વ્યક્તિ જ મતદાન કરી શકે છે. તમે ભારતના નાગરિક હોવા જોઈએ. તમારું નામ મતદાતા યાદીમાં છે કે નહિ તેની તપાસ કરવા માટે રાજ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર જાઓ. આ યાદી તમને સ્થાનિક ચૂંટણી રજિસ્ટ્રેશન કાર્યાલયમાં પણ મળી જશે. મતદાન કેન્દ્રમાં જતી વખતે તમારી સાથે વોટર આઈડી અથવા તો કોઈ માન્ય ઓળખપત્ર અને વોટર સ્લિપ લઈ જાઓ. વોટર સ્લિપ તમને તમારા ઘરે સોંપવામાં આવે છે. જો તમને વોટર સ્લિપ નથી મળતી તો ચિંતા ન કરો. તમે આ સ્લિપ પ્રમુખ રાજનૈતિક દળ દ્વારા સ્થાપિત મતદાન કેન્દ્રના કાઉન્ટરેથી પ્રાપ્ત કરી શકો છો. બૂથમાં તમારી સાથે વોટર સ્લિપ અને વોટર આઈડી લઈ જવું. બૂથમાં હાજર મતદાન અધિકારી યાદીમાં તમારા નામ અને મતદાન ઓળખ પત્રની તપાસ કરશે. બીજો મતદાન અધિકારી તમારી આંગળી પર સ્યાહી લગાવશે, તમારા હસ્તાક્ષર લેશે અને તમને એક કાપલી આપશે.

આ પણ વાંચો- બીજા રાજ્યમાં શિફ્ટ થઈ રહ્યા હોવ તો કેવી રીતે ટ્રાન્સફર કરશો Voter ID, જાણો

ત્રીજો મતદાન અધિકારી તમારી કાપલી ચેક કરશે. હવે તમે વોટ આપવા માટે તૈયાર છો. ઈવીએમ મશીનમાં તમારા મનપસંદ ઉમેદવાર સામેનું બટન દબાવવું. તમારો વોટ પડ્યા બાદ તમારા વોટને પ્રમાણિત કરવા માટે એક કાપલી વીવીપટ મશીનમાં જશે જે ઈવીએમની ઠીક સામે હશે. જે તમને કાચના બોક્સમાં અમુક ક્ષણ પૂરતી જોવા મળશે અને બૉક્સમાં તે ચિઠ્ઠી જમા થઈ જશે.

English summary
how to vote in India in lok sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X