મહારાષ્ટ્રમાં ખેડૂતોની હડતાલ, રસ્તા પણ નાંખ્યુ દૂધ

Posted By:
Subscribe to Oneindia News

સમગ્ર મહારાષ્ટ્રમાં ગુરુવારથી ખેડૂતો હડતાલ પર છે. આ વાતની અસર બુધવાર રાતથી જ જોવા મળી ગઇ હતી. દૂધ અને શાક લઇ જતી ગાડીઓ સાથે તોડફોડ કરવામાં આવી હતી. અને શાક અને દૂધને રસ્તા પર ફેંકી ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ ખેડૂતોએ તે વાતની ચીમકી પણ ઉચ્ચારી હતી કે ખેડૂતો ગામથી કોઇ પણ શાક કે દૂધ મહારાષ્ટ્રના કોઇ પણ શહેરમાં પહોંચવા નહીં દે. ખેડૂતોની આ હડતાલથી નાગરિકાને જીવન જરૂરી વસ્તુઓનો અભાવ અને મોંધા ભાવે વસ્તુઓ ખરીદવા માટે મજબૂર બન્યા છે.

milk

ખેડૂતોની આ હડતાલની સૌથી પહેલી અસર સતારામાં જોવા મળી. જ્યાં પુણે-બેંગલુરુ મહામાર્ગ પર ખેડૂતો આક્રમક રીતે પોતાનો વિરોધ કરતા જોવા મળ્યા. તેમણે કોલ્હાપુરથી મુંબઇ જઇ રહેલા દૂધના ટ્રકની તોડફોડ કરી રસ્તા પર દૂધ ફેંકી દીધુ હતું. આ દરમિયાન સંગઠનના લોકોએ ટ્રક ચાલકો સાથે મારપીટ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના આ ખેડૂતો તેમની વિવિધ માંગણી અને લેણાં વધતા તેમની સ્થિતિ કફોડી થતા આ હડતાલ કરી વિરોધ કરી રહ્યા છે. રાજ્યવ્યાપી હડતાલમાં ખેડૂતો વિવિધ રાષ્ટ્રીય માર્ગ પર દૂધ અને શાકના વહાનોને રોકી રસ્તા પર દૂધ અને શાકભાજી ફેંકી પોતાનો વિરોધ કરી રહ્યા છે. જો કે સામે પક્ષે પોલીસે પણ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.

English summary
Huge Farmers Strike in Maharashtra.Read here more.
Please Wait while comments are loading...