For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને ઓઇલ લોબી તરફથી ધમકીઓ મળી રહી છે : મોઇલી

|
Google Oneindia Gujarati News

veerappa-moily
નવી દિલ્હી, 14 જૂન : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ કહ્યું છે કે અમલદારોના અવરોધને કારણે અને ઓઈલ તથા ગેસ આયાત કરતી લોબી તરફથી પ્રધાનોને ધમકીઓ મળતી હોવાને કારણે દેશમાં ઊર્જા સંશોધનની પ્રવૃત્તિઓને માઠી અસર પડી છે. ઓઈલ લોબી ઈચ્છે છે કે ભારત ઈંધણના સાધનોની આયાત પર કાયમ તેમની પર નિર્ભર રહે.

આયાતકારોએ એ માટે અસાધારણ ઊંચા ભાવની માગણી કરી હોવાથી વીરપ્પા મોઇલીએ પેટ્રોલ સાથે ડોપ કરવા માટે 80 કરોડ લિટર ઈથેનોલ સપ્લાય કરવા માટેના ઈન્ટરનેશનલ ટેન્ડરોને મોઈલીએ રીજેક્ટ કર્યા છે. આયાતકારોએ સ્થાનિક ભાવ કરતાં પણ એમના ભાવ બમણાથીય વધારે રાખ્યા હતા.

મોઈલીએ જણાવ્યું છે કે ભારતે તેલ અને ગેસની આયાત પરની નિર્ભરતા ઘટાડવા પ્રયાસો કરવા પડે એમ છે. જેથી અત્યંત કિંમતી એવા વિદેશી હુંડિયામણનો ઝડપી વપરાશ નિયંત્રણમાં લાવી શકાય. જો આપણે તેલ-ગેસ સંશોધનનું પ્રમાણ વધારીએ તો આ બધું 2030 સુધીમાં શક્ય બની શકે છે.

English summary
I gets threats from oil lobby : Moily
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X