For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICMR-NCDC: કોરોના વાયરસની દેખરેખ માટે હવે સિલેક્ટેડ જિલ્લામાં સીરમ સર્વે શરૂ થશે

ICMR-NCDC: કોરોના વાયરસની દેખરેખ માટે હવે સિલેક્ટેડ જિલ્લામાં સીરમ સર્વે શરૂ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને નેશનલ સેંટર ફૉર ડિસીસ કંટ્રેલ દેશના સિલેક્ટેડ જિલ્લામા કોરોના વાયરસની દેખરેખ માટે સીરમ સર્વે શરૂ કરવા જઈ રહ્યું છે. આ કાર્યંમાં રાજ્યોના સ્વાસ્થ્ય વિભાગ અને બીજા મહત્વપૂર્ણ સ્ટેકહોલ્ડર્સનો પણ સહયોગ લેવામાં આવશે. આ સર્વેનો ઉદ્યેશ્ય જિલ્લાસ્તરે કોવિડ 19ના ઈન્ફેક્શનને ટ્રેન્ડ માલૂમ કરવો છે. જાણકારી મુજબ આ સર્વે દરમિયાન દેશના સિલેક્ટેડ 69 જિલ્લામાં હરેક અઠવાડિયે 200 અને હરેક મહિને 800 સેમ્પલ એકઠા કરવામાં આવશે. પ્રત્યેક જિલ્લામાં સર્વે માટે 10 સ્વાસ્થ્ય સંસ્થાઓને સિલેક્ટ કરવામાં આવશે, જેમાં 6 સરકારી અને 4 ખાનગી સ્વાસ્થ્ય સંસ્થાઓ સામેલ રહેશે.

coronavirus

આ સર્વે માટે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે તેમાં સેમ્પલ એકઠા કરવા માટે તમામ પ્રકારના લોકોને સામેલ કરવામાં આવે. આમાં ઓપીડીમાં આવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને સ્વાસ્થ્યકર્મીઓના સેમ્પલ પણ સામેલ હશે. એકઠા કરાયેલા 25 સેમ્પલના પૂલ ટેસ્ટિંગ કરવામાં આવશે અને આવી રીતે સેમ્પલ પૂલિંગનો ઉદ્દેશ એકમાત્ર દેખરેખ માટે છે. કોઈ ખાસ દર્દીની તપાસ માટે તેનો ઉપયોગ નહિ કરાય. સેમ્પલમાં માત્ર ગળા જ નહિ બલકે નાકનો સ્વૈબ અને લોહીના સેમ્પલ પણ લેવામાં આવશે, જેનાથી લિસા ટેસ્ટિંગ દ્વારા એન્ટીબૉડીજની સ્થિતિ પણ જાણી શકાય. કેટલીયવાર તો આવા પ્રકારના સર્વે બાદ તેની તપાસને દેખરેખ કાર્યો માટે RT-PCR ટેસ્ટિંગના સ્થાને ઉપયોગ કરી શકાય છે.

મુખ્ય વાત એ છે કે સીરમ સર્વેમાં ઈન્ફેક્શન વિરુદ્ધ શરીરમાં એન્ટીબૉડીજની હાજરી માલૂમ કરવા માટે લોકોના કોઈ સમૂહના લોહીના સીરમનો ટેસ્ટ કરવાાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની વેબસાઈટ પર અપલોડ કરાયેલ એક દસ્તાવેજમાં જણાવ્યું કે દેશના વિવિધ જિલ્લામાં નોબલ કોરોનાવાયરસ ઈન્ફેક્શનને લઈ એક વ્યવસ્થિત સર્વેની જરૂરત છે. હાલ આ સર્વે માટે 21 રાજ્યોના 69 જિલ્લા પસંદ કરવામાં આવ્યા છે અને 9 જિલ્લા રિઝર્વ રાખવામાં આવ્યા છે.

સંક્રમિત યાત્રીઓને લઈ ઉડતું રહ્યું આ કંપનીનું વિમાન, કેટલાય દેશમાં Coronavirus ફેલાવ્યોસંક્રમિત યાત્રીઓને લઈ ઉડતું રહ્યું આ કંપનીનું વિમાન, કેટલાય દેશમાં Coronavirus ફેલાવ્યો

English summary
ICMR-NCDC-Sero survey will now be started in selected districts to monitor coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X