For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇએસ સામે ભારત પણ જંગ છેડશે

By Kalpesh
|
Google Oneindia Gujarati News

રક્ષાપ્રધાન મનોહર પાર્રિકરે જણાવ્યું હતું કે જો યૂનાઇટેડ નેશન્સ ભારતનો પ્રસ્તાવ સ્વીકારે તો ભારત પણ વર્લ્ડ કોમ્યુનિટીના ઝંડા નીચે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો ખાતમો કરવાના અભિયાનમાં જોડાઇ શકે છે.

ISIS

અમેરિકી રક્ષાપ્રધાન એશ્ટન કાર્ટરની મુલાકાત માટે પાર્રિકર વોશિંગ્ટન ગયા હતા. મુલાકાત બાદ પાર્રિકરે જણાવ્યું કે ઇસ્લામિક સ્ટેટ સામે લડવા માટે ભારત ગુપ્ત માહિતી એકઠી કરી રહ્યું છે, જેના થકી આતંકવાદી સંગઠનનો સામનો કરવો આસાન રહેશે.

વિજય દિવસ પર પાર્રિકરે જણાવ્યું હતું કે અમે સ્પષ્ટ કરી ચૂક્યા છીએં કે સંયુક્ત રાષ્ટ્રનો પ્રસ્તાવ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રના ઝંડા નીચે મિશન પાર પાડવાનું હોય તો ભારતની નીતિને અનુરૂપ અમે કાર્યવાહીમાં સામેલ થશું.

પાર્રિકરને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે આઇએસનો ખાતમો કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના ધ્વજ નીચે ભારત અભિયાનમાં સામેલ થશે? ત્યારે જવાબમાં પાર્રિકરે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ સ્વીકારે કે નહીં તેના પર નિર્ભર કરે છે.

English summary
India may take part in the fight against ISIS Parrikar Defence Minister Manohar Parrikar hints. Though he also said it will depend on the nod of United Nations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X