For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય હવામાન વિભાગે SMSથી હવામાન માહિતી સેવા શરૂ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર : ભારત સરકાર દ્વારા હવામાન વિભાગ દ્વારા જાહેર થતી હવામાન સંબંધિત વિવિધ માહિતી અને ચેતવણીઓ સીધી નાગરિકોને મળે તેવા હેતુ સાથે આજથી એસએમએસ (શોર્ટ મેસેજ સર્વિસ) પર હવામાનની સ્થિતિની માહિતી આપવાની સેવાનો આરંભ કર્યો છે. આ યોજનાને ગુડ ગવર્નન્સ ડેની ઉજવણીના સંદર્ભમાં રજૂ કરવામાં આવી છે.

આ સેવા ભારતનો હવામાન વિભાગ પૂરી પાડશે. આ માટે આપનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરાવવા પડશે. આ માટે
http://metdweather.blogspot.in/p/register-for-free-sms-weather-update.html પર જઇને આપ મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

આ યોજના હેઠળ કોઇપણ વ્‍યકિત પોતાના મોબાઇલ ફોનને હવામાન વિભાગ પાસે નોંધાવીને હવામાનની ચેતવણીઓની માહિતી ઘેરબેઠા મેળવી શકશે. હવામાન વિભાગના વડા ડો.રાઠોડે જણાવ્‍યું હતું કે 'આ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે કે જેથી લોકો હવામાનનો હવે પછીનો મિજાજ જાણી શકે અને તેમને ધ્‍યાનમાં રાખીને પોતાની મુસાફરી અને અન્‍ય કાર્યક્રમોની યોજના બનાવી શકશે.'

rain-pics8

તેમણે જણાવ્યું કે 'વાવાઝોડાની આશંકા હોય કે પછી ભારે વરસાદની કે પછી ગાઢ ધુમ્‍મસની આશંકા હોય તો લોકોને ચાર-પાંચ કલાક પહેલા જ મોબાઇલ પર એસએમએસ થકી માહિતી મળી જશે. જેથી લોકો પોતાના કાર્યક્રમોમાં ફેરફારો કરી શકે.'

સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવેલી આફતની પુર્વ સુચના હોવા છતાં તેની જાણ લોકોને એટલા માટે ન થઇ કે આ પ્રકારની સેવા લોકોને ઉપલબ્‍ધ ન હતી પરંતુ હવે હવામાન વિભાગે આ માટે જરૂરી ટેકનીકલ ક્ષમતા મેળવી લીધી છે અનેક પ્રાદેશિક કાર્યાલયો અને હેડ કવાર્ટર થકી આ સેવા આજથી શરૂ થશે.

પ્રથમ તબક્કામાં માત્ર હવામાનની ચેતવણીની માહિતી આપવામાં આવશે. જયારે બીજા તબક્કામાં સામાન્‍ય હવામાનની માહિતીઓ આપવાની યોજના છે. આ સેવા વિનામૂલ્‍યે અપાશે. હવામાન વિભાગ અત્‍યારે દિલ્‍હી સહિત અનેક સ્‍થળો પર સેવા આપે છે જેમાં દર ચાર કલાકથી આગળના હવામાનની માહિતી આપવામાં આવે છે. આ માહિતી હજુ વેબસાઇટ ઉપર જ છે.

ખેડુતો માટે અત્‍યારે આ પ્રકારની માહિતી આપવામાં આવે છે. પરંતુ હવે સામાન્‍ય લોકો માટે પહેલી વખત આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવી છે.

English summary
India Meteorological Department launched SMS based weather information service.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X