For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન ઉશ્કેરણીજનક હરકત ના કરેઃ ભારત

By Super
|
Google Oneindia Gujarati News

Parliament
નવી દિલ્હી, 15 માર્ચઃ અફઝલ ગુરુને ફાંસી પર પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં નિંદા પ્રસ્તાવ પસાર કરવામા આવ્યા બાદ ભારતની સંયમની દિવાલ તૂટી ગઇ છે અને તેને જેવા સાથે તેવાના અંદાજમાં જવાબ થયો છે. લોકસભા અને રાજ્યસભામાં સર્વસંમતિથી પાકિસ્તાન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. સંસદે પાકિસ્તાનને ઉશ્કેરણીજનક હરકત નહીં કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત પાકિસ્તાન સાથે હોકી મેચોની શ્રેણી પણ રદ કરવામાં આવી છે.

આ પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે પાકિસ્તાની સંસંદમાં પસાર થયેલા પ્રસ્તાવને મુદ્દો બનાવતા લોકસભામાં જોરદાર હંગામો કર્યો અને બન્ને સદનોમાં ચર્ચાની માંગ કરી. લોકસભામાં યશવંત સિન્હા અને રાજ્યસભામાં પ્રકાશ જાવડેકરે પ્રશ્નકાળ સ્થગિત કરી ચર્ચા કરાવવાની નોટીસ આપી. લોકસભાની કાર્યવાહી બે વાગ્યે સ્થગિત થયા બાદ પણ મામલો શાંત પડતો નહીં જણાતા સદનમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લોકસભા સ્પિકર મીરા કુમાર તરફથી પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં પાક સંસંદના પ્રસ્તાવ પર સખત વિરોધ દર્શાવવામાં આવ્યો અને સ્પષ્ટ કરી દેવામાં આવ્યં કે પાક દ્વારા ગેરકાયદે રીતે કબજે કરાયેલા ભાગ(પીઓકે) સહિત આખું જમ્મૂ અને કાશ્મિર ભારતનો અતૂટ અંગ છે અને હંમેશા રહશે. આ પ્રસ્તાવને લોકસભામાં એક સુરે પસાર કરવામાં આવ્યો. મીરા કુમારે કહ્યું કે, આતંકવાદ પર પાકિસ્તાન આવી હરકતોથી બચે. ભારતીય સંસદ પાકિસ્તાનની આ હરકતની નિંદા કરે છે. પાકિસ્તાન ભારતના આંતરિક મામલાઓમાં દખલગીરી ના કરે, આ ભારતને મંજૂર નથી.

મીરા કુમારે કહ્યું કે પાકિસ્તાને ભારતને વચન આપ્યું હતું કે તે આંતક વિરુદ્ધ છે અને ભારત વિરુદ્ધ આતંકવાદનું સમર્થન નહીં કરે, ના તો પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ થનારા આતંકવાદી કૃત્ય માટે કરવા દેશે, પરંતુ તેને વચનભંગ કર્યું છે. લોકસભા દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છેકે, ભારતીય લોકસભા પાકિસ્તાન દ્વારા 14 માર્ચ 2013ને અફઝલ ગુરુ પર લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવની નિંદા કરે છે.

English summary
Parliament today outright rejected Pakistan National Assembly's resolution on execution of Afzal Guru, terming it as interference in India's internal affairs and asked it to desist from such acts of support for extremist and terrorist elements.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X