For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ એલઓસી પાસેના વિસ્તારોમાં ભીષણ હિમસ્ખલન, 4 જવાન ગાયબ

ઉત્તર કાશ્મીરના બે વિસ્તારોમાં મંગળવારે થયેલ ભીષણ હિમસ્ખલનમાં ઘણા જવાન ગાયબ થવાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર કાશ્મીરના બે વિસ્તારોમાં મંગળવારે થયેલ ભીષણ હિમસ્ખલનમાં ઘણા જવાન ગાયબ થયાના સમાચાર છે. હિમસ્ખલનની આ ઘટનાઓ કુપવાડા અને બાંદીપોરા જિલ્લાઓમાં થઈ છે. ગાયબ જવાનોની શોધમાં સેનાની એઆરટીને લગાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક જવાન શહીદ થઈ ગયા છે. ત્રણ જવાન ગાયબ છે જ્યારે ચારને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગાયબ જવાનોની શોધમાં મોટાપાયે સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યુ છે.

jammu kashmir

મીડિયા રિપોર્ટ્સ મુજબ મંગળવારે હિમસ્ખલનની બે ઘટનાઓ બાંદીપોરાના ગુરેજ સેક્ટર અને કુપવાડા જિલ્લાના કરનાહ સેક્ટરમાં થઈ છે. આ બંને વિસ્તારો ઉત્તર કાશ્મીર અંતર્ગત આવે છે. 18 હજાર ફૂટથી વધુ ઉંચાઈ પર થયેલ હિમસ્ખલનમાં 4 જવાનો ગાયબ થયાની વાત કહેવામાં આવી રહી છે. જવાનોની શોધ માટે સેનાએ એવલૉન્ચ રેસ્ક્યુ ટીમ અને સેનાના હેલીકૉપ્ટરો લગાવ્યા છે. જો કે હજુ સુધી સેનાએ આ આખા ઑપરેશન વિશે કોઈ નિવેદન જારી કર્યુ નથી.

એસએસપી શ્રીરામ દિનકરે જણાવ્યુ કે ચાર જવાન હિમસ્ખલનમાં દબાઈ ગયા હતા. એક જવાનનુ શબ મેળવી લેવાયુ છે. એકને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે જ્યારે એક જવાન હજુ પણ ગાયબ છે. હિમસ્ખલનની સૂચના મળ્યા બાદ સેનાએ બચાવ અભિયાન માટે બચાવ દળને તૈનાત કરી દીધા છે. ગાયબ જવાનોને શોધવા માટે સેનાના હેલીકૉપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પહેલા 30 નવેમ્બરના રોજ દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં લગભગ 18,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત સેનાનુ પેટ્રોલિંગ દળ શનિવારે હિમસ્ખલનની ઝપટમાં આવી ગયુ હતુ. આમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા હતા. વળી, નવેમ્બરના મહિનામાં સિયાચિન ગ્લેશિયરમાં આવેલ હિમસ્ખલનમાં ચાર જવાન શહીદ થઈ ગયા હતા. બે પૉર્ટરોના પણ મોત થઈ ગયા હતા. બાદમાં થયેલી અન્ય ઘટનામાં બે સૈનિક શહીદ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ અનશન પર બેઠાં સ્વાતિ માલીવાલ, પોલીસે જંતર-મંતર ખાલી કરવા અપીલ કરીઆ પણ વાંચોઃ અનશન પર બેઠાં સ્વાતિ માલીવાલ, પોલીસે જંતર-મંતર ખાલી કરવા અપીલ કરી

English summary
Indian Army jawans missing after avalanche hits North Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X