For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્મીનો મહત્વનો ફેસલો, નાગરિકો માટે સિયાચિન ગ્લેશિયર ખુલું મુકાશે

આર્મીનો મહત્વનો ફેસલો, નાગરિકો માટે સિયાચિન ગ્લેશિયર ખુલું મુકાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના ફેસલા બાદ ભારતીય સેના નાગરિકોને એક ભેટ આપી શકે છે. આર્મી સિયાચીન ગ્લેશિયર જેવા ઉંચાઈવાળા સૈન્ય સ્થાનોને ખોલવાની યોજના બનાવી રહી છે. ભારતીય સેનાના મુખ્યા બિપિન રાવતે હાલમાં જ એક સેમિનાર દરમિયાન આ યોજનાનો ઉલ્લેખ કર્યો. આ સેમિનારમાં સીનિયર અધિકારીઓ સહિત કેટલાય લેફ્ટિનેન્ટ જનરલે ભાગ લીધો હતો.

bipin rawat

સેનાના મુખ્ય સૂત્રોએ જણાવ્યું કે સેમિનાર દરમિયાન સેના પ્રમુખે પરિચાલન અને પડકારો વિશે ઉત્સુકતા વધી રહી હોવાની વાત કહી. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય એકતા માટે શ્રેષ્ઠ હશે. તેમણે આગળ કહ્યું કે, સેના હાલ જેવી રીતે નાગરિકોને પ્રશિક્ષણ કન્દ્રો અને સંસ્થાનોમાં જવાની મંજૂરી આપતી રહી છે, હવે અમે સિયાચિન ગ્લેશિયર જેવી કેટલીક ફોરવર્ડ પોસ્ટ ખોલવાની યોજના બનાવી રહ્યા છીએ. સિયાતિન ગ્લેશિયર લદ્દાખનો ભાગ છે, જેને કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરથી અલગ કરવા એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવેલ છે.

સૂત્રોએ કહ્યું કે સેનાએ અત્યાર સુધી પ્રક્રિયાઓ અને પોસ્ટો પર ફેસલો નથી કર્યો, જ્યાં તેઓ પર્યટકોને જવાની અનુમતિ આપશે. સિયાચિન ગ્લેશિયર દુનિયાનો સૌથી ઉંચું યુદ્ધક્ષેત્ર છે. અહીં હજારો સૈનિકો આ પોસ્ટની દેખરેખ રાખે છે. અહીં અત્યાધિક ઠંડ પડે છે. અહીંના ખતરનાક ગ્લેશિયર દુશ્મનોની ગોળી વધુ ખતરનાક છે. સિયાચિન પર રહી રહેલ જવાનોને અહીં 50 ડિગ્રી તાપમાન સુધીનો સામનો કરવો પડે છે, અહીં વધુ પડતા જીવ હિમસ્ખલનને કારણે જાય છે.

સૂત્રો મુજબ લદ્દાખ આવતા ભારતીય નાગરિકો સેનાને હંમેશા આગ્રહ કરતા રહે છે ક તેમને ટાઈગર હિલ સહિતની તમામ જગ્યાએ જવાની મંજૂરી આપવામાં આવે જ્યાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ લડ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007થી ભારત નાગરિકોને સિયાચિન બેઝ કેમ્પથી 11000થી 21000 ફીટ સુધીની ઉંચાઈ પર કેટલીય જગ્યાએ ટ્રેકિંગની મંજૂરી આપી રહ્યું છે.

ડૉક્ટરે ભૂલથી બીજી મહિલાનો ગર્ભપાત કરી નાખ્યો, હવે કાર્યવાહી થશેડૉક્ટરે ભૂલથી બીજી મહિલાનો ગર્ભપાત કરી નાખ્યો, હવે કાર્યવાહી થશે

English summary
indian army will open siachen glacier for citizens
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X