For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના વૈજ્ઞાનિકોએ શોધ્યો પૃથ્વીથી 6 ગણો મોટો ગ્રહ

ભારતના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી પણ મોટા એક ગ્રહની શોધ કરી છે. અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ) ના વૈજ્ઞાનિકોએ આ ગ્રહનો આકાર શનિ જેટલો મોટો બતાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી પણ મોટા એક ગ્રહની શોધ કરી છે. અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ) ના વૈજ્ઞાનિકોએ આ ગ્રહનો આકાર શનિ જેટલો મોટો બતાવ્યો છે. વૈજ્ઞાનિકોની માનીએ તો આ ગ્રહ પૃથ્વીના ભારથી 27 ગણો અને પૃથ્વીના રેડિયસથી 6 ગણો વિશાળ છે. વૈજ્ઞાનિકોની શોધ મુજબ તે પૃથ્વીથી લગભગ 600 પ્રકાશ વર્ષ દૂર છે. ઈસરો મુજબ ગ્રહના સૂરજનું નામ 'એપિક 211945201' અથવા 'કે2-236' બતાવવામાં આવ્યુ છે. વળી, ગ્રહને 'એપિક 211945201બી' અથવા 'કે2-236બી' નામ આપવામાં આવ્યુ છે.

planet

જો કે આ ગ્રહ પર સૂર્ય નજીક હોવાના કારણે જીવન મુશ્કેલ જણાય છે. વૈજ્ઞાનિકો અનુસાર તારા આ ગ્રહની નજીક હોવાના કારણે તેની સપાટીનું તાપમાન 600 ડિગ્રી સેલ્સિયસ છે. પૃથ્વી-સૂર્યના અંતરની તુલનામાં આ ગ્રહ પર તારા 7 ગણા વધુ નજીક છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ કે આ ગ્રહની શોધ બાદ સૂરજથી નજીકના ગ્રહનું રિસર્ચ કરવામાં મદદ મળશે.

પારસ (PARAS) સ્પેક્ટ્રોગ્રાફ દ્વારા આના પિંડની જાણકારી મળી. ગ્રહના ગુરુત્વાકર્ષણના કારણે તે તારા અને પોતાના સેન્ટર ઓફ માસની આસપાસ ફરતો હતો. તેને 420 દિવસ સુધી જોયા બાદ પારસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આનો પિંડ ધરતીથી 27 ગણો જોવા મળ્યો.

English summary
indian scientists discover planet 600 light years away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X