For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ટીનેજર્સને ફેસબુકનો નશો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

facebook
નવી દિલ્હી, 25 નવેમ્બર: એક સમય હતો જ્યારે દેશના ટીનેજર્સને સમય મળતો તો તે પોતાના મિત્રો સાથે બહાર રમવા નિકળી પડતા હતા. સવારે જોગિંગ, કસરત વગેરે અને સાંજના સમયે બગીચામાં જતા હતા. સોશિયલ મિડિયાએ આ આખી તસવીરને બદલી નાખી છે. હવે ટીનેજર્સને ફેસબુકનો નશો થઇ ગયો છે.

મેકએફી દ્રારા કરવામાં આવેલા સર્વેક્ષણની ખબર પડે છે કે ભારતમાં ટીનેજર્સ પોતાનો 86 ટકા સમય ફેસબુક પર પસાર કરે છે, જ્યારે 54 ટકા ટ્વિટર પર. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 97 ટકા શહેરી યુવકો સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલા છે. બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે એક મોટી ડિઝીટલ ખાણ બનતી જોવા મળી રહી છે.

આ સર્વેક્ષણ મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, હૈદ્રાબાદ, કલકત્તા, પુણે અને ચેન્નઇમાં કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 45 ટકા ટીનેજર્સ મોબાઇલ પર ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. 13 વર્ષની ઉંમરે બાળક પોતાનું ફેસબુક એકાઉન્ટ બનાવી દે છે. સર્વે અનુસાર 38 ટકા ટીનેજર્સ સાથે ઇન્ટરનેટ પર ઉદ્ધતાઈનો શિકાર બને છે.

આટલું જ નહી ચોંકવનારી વાત એ છે કે આજકાલના માતા-પિતાને ખબર નથી કે તેમને બાળકો ફેસબુક પર શું કરી રહ્યાં છે. સર્વે મુજબ માત્ર 16 ટકા મા-બાપને જ ખબર છે કે તેમના બાળકો ફેસબુક-ટ્વિટર પર સક્રિય છે.

English summary
Indian teens spend 86 per cent of their time daily on Facebook followed by 54 per cent on Twitter, a survey by McAfee said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X