For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 રૂપિયા ન આપતા પલટી દીધી હતી લારી હવે મળી રહી છે લાખોની મદદ

ઈંડાની લારી પલટાવી દેવાથી ચિંતિત બાળકનો વીડિયો ઝડપથી વાયરલ થયો ત્યારબાદ હવે બાળકને લાખો રૂપિયાની મદદ મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરથી હાલમાં જ એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક 14 વર્ષના બાળકની ઈંડાની લારી પલટી દેવામાં આવી હતી. આ ઈંડાની લારી નગર નિગમકર્મીઓએ એટલા માટે પલટી દીધી હતી કારણે બાળકે તેમને 100 રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. ઈંડાની લારી પલટાવી દેવાથી ચિંતિત બાળકનો વીડિયો ઝડપથી વાયરલ થયો ત્યારબાદ હવે બાળકને લાખો રૂપિયાની મદદ મળી રહી છે. ઘણા બધા પ્રતિષ્ઠિત લોકો બાળકની મદદ માટે આગળ આવ્યા છે.

કોણે મદદ કરી?

કોણે મદદ કરી?

વીડિયોના વાયરલ થયા બાદથી ઘણા લોકોએ બાળકની મદદ કરી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાળકો અને તેના ભાઈની પાંચ-પાંચ લાખ રૂપિયાની મદદનુ વચન આપ્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહ સહિત ઘણા નેતાઓએ મદદ કરવાની વાત કહી છે. ભાજપ ધારાસભ્ય રમેશ મેંદોલાએ કહ્યુ કે બાળકને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવશે. સાથે જ તેમણે ચાર જોડી કપડા આપવાની વાત કહી છે.

સાઈકલ પણ આપવામાં આવી

સાઈકલ પણ આપવામાં આવી

પીડિત બાળકનુ નામ પારસ રાયકવાર છે. તેની માની દસ વર્ષ પહેલા મોત થઈ ચૂકી છે અને ત્યારથી તેના નાના જ તેના અને તેના ભાઈની દેખરેખ કરી રહ્યા છે. પારસનુ કહેવુ છે કે તેણે દિગ્વિજય સિંહે સાઈકલ આપી છે. 4 જોડી કપડા અને સ્કૂલમાં ભણાવવાનુ વચન પણ આપ્યુ છે. પારસના નાનાનુ કહેવુ છે કે દિગ્વિજય સિંહે દસ હજાર રૂપિયાની મદદ પહોંચાડી છે અને બંને ભાઈઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનુ વચન આપ્યુ છે.

શું છે કેસ?

શું છે કેસ?

વાયરલ થઈ રહેલા આ વીડિયો અનુસાર, આ બાળકને કર્મીઓએ ઘટનાવાળી સવારે કથિત રીતે ચેતવણી આપી હતી કે પોતાની લારી અહીંથી હટાવી લે અથવા 100 રૂપિયાની લાંચ આપે. છોકરાનુ કહેવુ છે કે જ્યારે આવુ કરવાનો ઈનકાર કર્યો તો તેની લારી પલટી દીધી જેના કારણે તેના બધા ઈંડા તૂટી ગયા. વાસ્તવમાં ઈન્દોર કોરોના વાયરસથી ઘણા પ્રભાવિત છે. જેના કારણે શહેરના વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો માટે લેફ્ટ રાઈટ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ એક દિવસ રસ્તાની જમણી બાજુ દુકાન ખુલશે અને બીજા દિવસે ડાબી તરફ દુકાનો ખુલશે. જેના કારણે ફેરીવાળાઓ પર કાર્યવાહી થઈ રહી છે. આ વ્યવસ્થાની ઘણા નેતા વિરોધ પણ કરી રહ્યા છે.

PM મોદી આજે કરશે કોવિડ-19 તપાસ કેન્દ્રોનો શુભારંભPM મોદી આજે કરશે કોવિડ-19 તપાસ કેન્દ્રોનો શુભારંભ

English summary
Indore egg cart boy now getting help from digvijay singh and arvind kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X