
ત્રણ તલાક બિલ પર લોકસભામાં આજે થશે ચર્ચા, હોબાળો થવાની શક્યતા
સંસદના શિયાળુ સત્રમાં આજે ત્રણ તલાક બિલને રજૂ કરવામાં આવશે. ત્રણ તલાક બિલ પર આજે સંસદમાં ચર્ચા કરવામાં આવશે જેના કારણે માનવામાં આવી રહ્યુ છે આજે સંસદમાં ઘણો હોબાળો થઈ શકે છે. ગયા અઠવાડિયે જ્યારે કોંગ્રેસે આ બિલ પર ચર્ચા કરવા માટે મંજૂરી વ્યક્ત કરી હતી ત્યારે એ વાતનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે બિલ પર ચર્ચા માટે લોકસભામાં રજૂ કરવામાં આવશે. સંસદીય કાર્ય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિપક્ષે એ વાતનું આશ્વાસન લીધુ છે કે આ બિલ પર ચર્ચા થશે અને ચર્ચા દરમિયાન સંસદમાં કોઈ પણ પ્રકારનો વિવાદ અને હોબાળો નહિ થાય.
ત્રણ તલાક બિલ પર ચર્ચાથી પહેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે આ બિલ પર 27 ડિસેમ્બરના રોજ ચર્ચા થશે અમે બધા લોકો તેમાં ભાગ લઈશુ. અમારી પાર્ટી અને અન્ય પાર્ટીઓ આ બિલ પર ચર્ચા માટે તૈયાર છે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક દિવસોથી સંસદમાં તમામ મુદ્દાઓને લઈને હોબાળો ચાલી રહ્યો છે જેના કારણે સંસદની કાર્યવાહી થઈ શકી નથી. કોંગ્રેસ સરકાર પાસે રાફેલ ડીલની જેપીસી તપાસની માંગ કરી રહી છે.
માનવામાં આવી રહ્યુ છે કે ત્રણ તલાક બિલ પર ચર્ચા બાદ આના પર મતદાન થઈ શકે છે માટે ભાજપે પોતાના તમામ સાંસદોને વ્હિપ જારી કરીને સંસદમાં હાજર રહેવા માટે કહ્યુ છે. ત્રણ લાઈના વ્હિપમાં ભાજપે બધા સાંસદોને 27 ડિસેમ્બરે દિવસભર સંસદમાં હાજર રહેવા માટે કહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આના પર પણ મતદાન થઈ શકે છે. એવામાં ભાજપે પાર્ટી સાંસદોને ત્રણ લાઈનનું વ્હિપ જારી કરીને બધા સાંસદોને સંસદમાં દિવસભર હાજર રહેવા અને ચર્ચા અને મતદાનમાં ભાગ લેવા માટે કહ્યુ છે.
આ પણ વાંચોઃ 'રાષ્ટ્રપતિઓના ગાર્ડ માત્ર આ 3 જાતિઓના કેમ?' દિલ્લી હાઈકોર્ટ