દેશના આ રાજ્યોમાં બદલાશે મોસમનો મિજાજ, આંધી-તોફાન સાથે વિજળીની સંભાવના
આખા દેશમાં અત્યારે ચોમાસુ સક્રિય છે અને ભારે વરસાદના કારણે દેશના ઘણા ભાગો બેહાલ છે. ગુજરાત, બિહારમાં રેડ એલર્ટ છે અને દિલ્લીના અમુક ભાગોમાં પણ વરસાદ થયો છે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યુ છે કે 12 કલાકમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાં આંધી-તોફાન આવવા અને વીજળી પડવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગે જારી કરી એલર્ટ
ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે પૂર્વોત્તર રાજ્યો, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 8થી લઈને 11 જુલાઈ વચ્ચે અસમ-મેઘાલયમાં 9થી 10 તારીખ વચ્ચે અરુણાચલ પ્રદેશ, ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં જ્યારે 10 જુલાઈએ બિહારમાં અત્યાધિક વરસાદના અણસાર છે.
|
ગુજરાતમાં પણ ભારે વરસાદની ચેતવણી
આ પહેલા આઈએમડીએ ગુજરાતમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યુ છે કે જામનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ થશે. વળી, ગિર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અન રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. વળી, સ્કાઈમેટ અનુસાર આગલા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, બિહાર અને કેરળમાં ભારે વરસાદ, કોંકણ ગોવા, તટીય કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
|
આ જગ્યાએ બદલાશે મોસમ
જ્યારે તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને પૂર્વ રાજસ્થાનમાં ચોમાસાાં સુસ્તી ભલે રહેશે પરંતુ અમુક સ્થળોએ વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને તેલંગાનામાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
એક મહિનામાં બે વાર પીરિયડ્ઝ આવ્યા તો શું ગભરાવવાની જરૂર છે?