બોમ્બે હાઇકોર્ટે સ્પોટ ફિક્સિંગ પર BCCIનો તપાસ અહેવાલ ફગાવ્યો

bcci
મુંબઇ, 30 જુલાઇ : બોમ્બે હાઇકોર્ટે સ્પોટ ફિક્સિંગ પર બીસીસીઆઇના તપાસ અહેવાલને નકારી કાઢ્યો છે. આ નિર્ણયથી બીસીસીઆઇને જોરદાર ઝટકો લાગ્યો છે. બીસીસીઆઇ તરફથી રચવામાં આવેલા પંચમાં બે રિટાયર્ડ જજની પેનલ હતી જેણે તપાસ અહેવાલ આપ્યો હતો. આ પેનલે ગુરુનાથ મયપ્પન અને રાજ કુન્દ્રાને ક્લીન ચિટ આપી દીધી હતી.

પરંતુ બોમ્બે હાઇકોર્ટે તપાસ પેનલના અહેવાલને ગેરકાનૂની ગણાવી દીધો. અત્રે ઉલ્લેખનીય છે કે ક્લીન ચિટ બાદ બીસીસીઆઇના અધ્યક્ષ શ્રીનિવાસન માટે પોતાનો હોદ્દો ફરીથી સંભાળવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે બીસીસીઆઇ વર્કિંગ કમિટીની બેઠકમાં બીસીસીઆઇએ ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક અને બીસીસીઆઇ અધ્યક્ષ એન. શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના પૂર્વ કો-ઓનર રાજ કુંદ્રાને સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીના કેસમાં ક્લીન ચિટ આપી દીધી હતી.

રાજ કુંદ્રા અને ગુરુનાથ મયપ્પનને સ્પોટ ફિક્સિંગ મામલામાં ક્લીન ચિટ આપવા પર બીસીસીઆઇ ફસાતું જઇ રહ્યું છે. જ્યારે ખેલ મંત્રાલયે બીસીસીઆઇને ક્લીન ચિટ આપવાના મામલામાં પોલીસની તપાસ પૂરી થવા સુધી રાહ જોવાની સલાહ આપી છે, જ્યારે મુંબઇ પોલીસે પણ સવાલ ઉઠાવ્યો છે કે કોર્ટમાં વિચારાધીન કોઇ પણ મામલા પર બીસીસીઆઇ કેવી રીતે નિર્ણય લઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X