
શું હેડલી પણ RSSનો લાઠીધારી કાર્યકર્તા છે? : ઉદ્ધવ ઠાકરે
નવી દિલ્હી, 5 જુલાઇ : ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર પર સીબીઆઇએ પોતાની પહેલું પહેલું આરોપત્ર દાખલ કરી દીધું છે. તેની સાથે જ મામલા પર રાજકારણ છેડાઇ ગયું છે અને તમામ પાર્ટીઓ તરફથી નિવેદનબાજી કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કોંગ્રેસ આની સીબીઆઇની તપાસની પ્રક્રિયા ગણાવી રહી છે. બીજી બાજું કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ગૃહ મંત્રાલયને ઇશરતના આતંકવાદી જોડાણ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.
આ નિવેદનબાજીઓની વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ સરકારી એજન્સીઓ પર નિશાનો સાધ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરે 'ઇશરત મેવ જયતે' નામનો એક સંપાદકીય લેખ લખ્યો છે, આ ત્રણેય લશ્કર એ તૈયબાના લોકો હતા.
ઉદ્ધવ લખે છે કે 'આમનો ઇરાદો આતંકવાદી પ્રક્રિયાઓને અંજામ આપવાની હતી. લગભગ તેઓ નરેન્દ્ર મોદીને પણ મારવા માગતા હતા. આઇબીની આ જાણકારી બાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું. એ ચારેયના આતંકવાદી હોવાના પૂરાવા પણ મળ્યા છે. આવું થવા છતાં ઇશરતને નિર્દોષ બતાવી પોલીસ અધિકારીઓને ગૂનેગાર ગણાવવાની કોશિશ પર હસું આવે છે.'
લેખમાં આગળ ઉદ્ધવે લખ્યું કે ડેવિડ હેડલીએ કહ્યું છે કે ઇશરત LET સાથે જોડાયેલી હતી. તેણે જાવેદ સાથે મળીને અમદાવાદમાં રેકી કરી હતી અને ખતરનાક કાવતરાને અંજામ આપવાના ફિરાકમાં હતા. જેની જાણકારી પોલીસ અધિકારીઓને મળી. હવે શું હેડલી આરએસએસનો લઠમાર કાર્યકર્તા છે? જે મોદીના ઇશારે ઇશરત જહાંને આતંકવાદી ગણાવી રહ્યો હતો. શું સીબીઆઇએ આ જ કહેવાનું છે.