For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રમઝાન દરમિયાન યુપીમાં રમખાણ કરાવી શકે છે ISI

|
Google Oneindia Gujarati News

લખનઉ, 4 જુલાઇ: ઉત્તર પ્રદેશ પોલીસે મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાથી અપીલ કરી છે કે રમઝાન દરમિયાન જો એવી વાત આવે જેનાથી કોમી રમખાણ ફાટી નીકળે, તો તેને ગણકારવું નહીં કારણ કે તે માત્ર અફવા હોઇ શકે છે. આવી અફવાહને ફેલાવવાનું કામ કોઇ બીજું નહીં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ કરી શકે છે.

આ આશંકાને ધ્યાનમાં રાખી મુઝફ્ફરનગર સહીત યુપીના ઘણા સંવેદનશીલ શહેરોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થયેલા રમખાણ બાદ રાહત શિબિરો સુધી પહોંચેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ રમઝાનના મહીનામાં રોઝેદાર અને નમાઝીઓની વચ્ચે ના પહોંચે તેના માટે એટીએસ વિભિન્ન ગુપ્તચર એજન્સીઓની સાથે મળીને તેમની ગતિવિધિયો પર ધ્યાન રાખી રહ્યું છે.

પોલીસે મુઝફ્ફરનગર, મુરાદાબાદ, સહારનપુર, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર, રામપુર, આગરા અને હાપુડને ખૂબ જ સંવેદનશીલ જાહેર કરી દેવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

સાવચેત રહેવું

સાવચેત રહેવું

યુપીના 22 જિલ્લામાં સક્રિય આઇએસઆઇ
યુપી સરકારની માનીએ તો રાજ્યના 22 જનપદોમાં આઇએસઆઇ સક્રિય છે. એટલું જ નહીં કુલ 34 જનપદ એ દ્રષ્ટિકોણથી બતાવવામાં આવ્યા છે. જ્યારે આઇબીએ પણ હાલમાં જ રાજ્ય સરકારોને આતંકી હુમલાને લઇને એલર્ટ કર્યા હતા. જેમાં ધાર્મિક સ્થળો અયોધ્યા, મથુરા અને કાશી ઉપરાંત ભીડભાડવાળા સ્ટેશનો અને બજારો પર પણ સતર્કતા રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

નામ પૂછ્યું અને મારી દીધી ગોળી

નામ પૂછ્યું અને મારી દીધી ગોળી

મુઝફ્ફરનગર રમખાણ બાદ હજી પણ પશ્તિમી ઉત્તર પ્રદેસના સહારનપુરથી લઇને મેરઠ સુધી ઘણી નાની મોટી ઘટનાઓ સામે આવી છે. જેમાં રાહગીરોને નામ પૂછીને મારી દેવામાં આવ્યા છે. આવું માત્ર હિન્દુ અને મુસલમાનોની સાથે જ બન્યું છે. આ ખુલાશો ત્યારે થયો જ્યારે સહારનપુર, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને હાપુડમાં થયેલી ઘટનાઓમાં જાન બચાવીને ભાગનારાઓએ આપી છે.

એસટીએફ થયું સક્રિય

એસટીએફ થયું સક્રિય

ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસે આનાથી ઉગરવા માટે તમામ જિલ્લાના એસપી ક્રાઇમ અને એટીએસને સક્રિય કરી દીધું. મસ્જિદો અને મદરેસામાં થનારી હઝાન અને ઝુમ્માની નમાઝમાં એવા લોકો પર નઝર લગાવી બેઠા છે, જેના માટે ગામના ચોકીદાર અને સ્થાનીય સૂત્રોને સક્રિય કરવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષ કાનૂન વ્યવસ્થા

પોલીસ મહાનિરીક્ષ કાનૂન વ્યવસ્થા

અમરેન્દ્ર સિંહ સેંગરે જણાવ્યું કે આવા માહોલ સામે નિપટવા માટે એટીએસને સક્રિય કરી દીધું છે. તેમણે જણાવ્યું કે ઇફ્તાર પાર્ટીઓમાં શંકાસ્પદો પર એટીએસ પોતાની બાજ નજર બનાવી રાખી છે.

સુરક્ષામાં વધારો

સુરક્ષામાં વધારો

પ્રદેશમાં સમય-સમય પર આઇબીની એલર્ટ છે. સાચું પૂછો તો આ અખિલેશ સરકાર માટે આ સમયની સૌથી મોટી જવાબદારી છે.

English summary
Uttar Pradesh Police is on alert as Pakistan's ISI could try to ignite communal riots in many cities along with Muzaffarnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X