ઇસરો 5 વર્ષમાં 58 સ્પેસ મિશન પર કામ કરશે

ઇસરો પાંચ વર્ષ દરમિયાન દેશનું પોતાનું ગ્લબલ પોઝિશનિંગ સિસ્ટમને ઑર્બિટમાં મૂકવા માંગે છે. જેમાં 7 ઇન્ડિયન રિજિઓનલ, નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (આઇઆરએનએસએસ)નો પણ સમાવેશ થાય છે.
ગયા સપ્તાહે કેબિનેટમાં મંજૂર થયેલી 12મી પંચવર્ષીય યોજનામાં ઇસરોએ ડીટીએચ ઓપરેટર્સ, સેટેલાઇટ મોબાઇલ કોમ્યુનિકેશન અને નવી પેઢીની બ્રોડબેન્ડ વીસેટ સિસ્ટમની વધતી માગણીઓને ધ્યાનમાં લઇને વર્તમાન 187 ટ્રાન્સપોન્ડર્સમાં બીજા 400 ટ્રાન્સપોન્ડર્સનો ઉમેરો કરવાનું આયોજન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ માટે 12મી પંચવર્ષીય યોજના માટે કુલ રૂ. 39,750 કરોડ ફાળવ્યા છે. જેમાં 33 ઉપગ્રહ અભિયાન અને 25 લોન્ચ વ્હીકલ અભિયાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીઓ ઇમેજિંગ સેટેલાઇટ એટલે કે જીસેટ ઉપગ્રહ પણ છોડવાનું આયોજન છે.












Click it and Unblock the Notifications
