For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: શ્રીનગરમાં લોકોએ બકરીઈદ નમાજ પઢી

કલમ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ છે, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કલમ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ છે, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. તે જ સમયે, જમ્મુ કાશ્મીરમાં આજે સખત સુરક્ષા વચ્ચે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ખીણમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈદ પહેલા સેક્શન 144 માં રાહત આપવામાં આવી હતી, ત્યારબાદ લોકો ખરીદી માટે નીકળ્યા હતા, બજારો પરત ફરતા જોવા મળ્યા હતા. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને, 300 ટેલિફોન બૂથ બનાવવામાં આવ્યા છે જેથી સામાન્ય લોકો તેમના નજીકના અને પ્રિય લોકો સાથે વાત કરી શકે.

bakrid

Newest First Oldest First
12:53 PM, 12 Aug

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે, મોટી સંખ્યામાં લોકો ઘરોમાંથી બહાર આવ્યા- ડીજીપી
10:17 AM, 12 Aug

દિગ્વિજય સિંહે કહ્યું, 'આંતરરાષ્ટ્રીય મીડિયાનો સંદર્ભ લો અને જુઓ કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. સરકારે આગમાં પોતાનો હાથ સળગાવી દીધો છે,
10:16 AM, 12 Aug

જમ્મુમાં લોકોએ બકરીઈદ નમાજ પઢી
10:16 AM, 12 Aug

3500 થી વધુ કરિયાણાની દુકાનો પણ ખુલી રહેશે, ખીણમાં એનએસએ અજિત ડોવલ પણ હાજર છે
10:15 AM, 12 Aug

તહેવારના દિવસે લોકોને કોઈ તકલીફ નહિ પડે એટલા માટે રજા દરમિયાન પણ બેંકને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
10:15 AM, 12 Aug

પી ચિદમ્બરમે કહ્યું હતું કે- જો કાશ્મીરમાં હિન્દુ બહુમતી હોત, તો ભાજપાએ આર્ટિકલ 370 ને સ્પર્શ્યો ન હોત, પરંતુ કાશ્મીરમાં મુસ્લિમો બહુમતી હોવાને કારણે તેઓએ આર્ટિકલ 37૦ ને દૂર કરી દીધો છે.
10:13 AM, 12 Aug

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાયા બાદ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ભારે સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે ઘાટીના લોકો બકરી ઈદનો તહેવાર મનાવશે.
10:13 AM, 12 Aug

એક મોટા અધિકારીએ જણાવ્યુ કે પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાને ગુપકાર રોડ પર સ્થિત મસ્જિદમાં ઈદની નમાઝ પઢવાની અનુમતિ આપવામાં આવી છે.
10:12 AM, 12 Aug

ડીડીપી દિલબાગ સિંહે જણાવ્યુ કે ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવા પર હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી કારણકે પ્રશાસનને એ અંગે શંકા છે કે કોઈ પણ પ્રકારની ભડકાઉ પોસ્ટ પાકિસ્તાન તરફથી સોશિયલ મીડિયા પર લોકોને ભડકાવી શકે છે.

English summary
Jammu Kashmir: Article 370 bakrid live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X