For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી ન આપો: પૂર્વ ન્યાયાધીશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

તિરૂવનંતપુરમ, 25 ફેબ્રુઆરી: રાજીવ ગાંધીના હત્યારાઓને મૃત્યુંદંડ સંભળાવનારી કોર્ટની એક પીઠના અધ્યક્ષ કે ટી થોમસે રવિવારે કહ્યું હતું કે આ કેસના આ ચાર આરોપીઓને ફાંસી આપવી ન જોઇએ.

કે ટી થોમસે કહ્યું હતું કે દોષી મુરૂગન, સંથન અને પેરારિવલન જેલમાં 22 વર્ષ ગુજારી ચૂક્યાં છે, માટે તેમને ફાંસી આપવાનો મતલબ એમ થશે કે એક ગુના માટે બે વાર સજા આપવી. ત્રણેય કેદી તમિલનાડુના વેલ્લોર જેલમાં બંધ છે.

કે ટી થોમસે પત્રકારોને જણાવ્યું હતું કે જેલમાં 22 વર્ષ વિતાવ્યા બાદ જો દોષીઓને મોતની સજા આપવામાં આવે છે તો આ એક રીતે એક ગુનામાં બે વાર સજા સંભળાવવા બરાબર ગણાશે. આ બંધારણ વિરૂદ્ધ છે. તેમને રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીને આ દોષીઓની દયાની અરજી રદ કરવાના નિર્ણય પર ફરીથી વિચારણા કરવાની નમ્ર અપીલ કરી છે.

કે ટી થોમસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ આ મુદ્દે ફરીથી વિચારણા કરવી જોઇએ, કારણે ત્રણેય આજીવન કારાવાસની સજાથી વધુ દિવસ સજા ભોગવી ચૂક્યાં છે. વર્ષ 1999માં સુપ્રીમ કોર્ટેની ત્રણ જજોની પીઠે મુરૂગન, સંથન, પેરારિવલન અને મુરૂગનની પત્ની નલિનીને મૃત્યુંદંડની સજા સંભળવી હતી. પીઠમાં ન્યાયાધીશ કે ટી થોમસ, ન્યાયમૂર્તિ ડીપી વાઘણ અને એસએસએમ કાદરી સામેલ હતા.

k-t-thomas

કે ટી થોમસે નલિનીને મૃત્યુદંડ સંભળાવવાની અસહમતિ દર્શાવી હતી. પછી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે નલિનીની દયા અરજી મંજૂર કરી લીધી હતી અને તેમની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દિધી હતી. પેરારિવલન અને મુરૂગન ભારતીય છે, તો બીજી સંથન શ્રીલંકાઇ નાગરિક છે.

તમિલ ટાઇગરની મહિલા આત્મધાતી ટુકડીએ 21 મે 1991ના રોજ ચેન્નઇ નજીક એક ચુંટણી રેલીમાં રાજીવ ગાંધીની હત્યા કરી હતી. ચારેય આરોપીઓ પર હત્યામાં મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજીવ ગાંધી હત્યાકાંડમાં તમિલ ટાઇગર પ્રમુખ વેલુપિલ્લૈ પ્રભાકરણ પણ વાંછિત હતો તેને 2009માં શ્રીલંકા મારી નાખવામાં આવ્યો હતો.

English summary
K T Thomas on Sunday said it would be "constitutionally incorrect" to hang them as the convicts have spent 22 years in jail without a "review" of their case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X