કેજરીવાલને ભ્રષ્ટ સાબિત કરતા-કરતા કપિલ મિશ્રા થયા બેભાન

Written By:
Subscribe to Oneindia News

આમ આદમી પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવેલ નેતા તથા પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ખૂબ ગંભીર આરોપ મુક્યા છે. કપિલ મિશ્રાએ કેજરીવાલ પર હવાલા, નકલી કંપનીઓ બનાવવી, દેશની જનતા સાથે પૈસા મામલે દગો કરવો, આવકવેરા વિભાગથી જાણકારીઓ છુપાવવાી વગેરે જેવા ગંભીર આરોપો મુક્યા છે. કપિલ મિશ્રાનું કહેવું છે કે, કાળા નાણાને સફેદ કરવામાં આવ્યું છે અને તેમાં કેજરીવાલ તથા તેમની સાથે અન્ય પણ કેટલાક લોકોની સંડોવણી છે. હું આ તમામ દસ્તાવેજો સાથે ફરિયાદ નોંધાવવા સીબીઆઇ જઇશ. પત્રકાર પરિષદમાં આ દરમિયાન કપિલ મિશ્રા બેભાન પણ થઇ ગયા હતા.

કેજરીવાલનો કોલર પકડીને જેલ લઇ જઇશ

કેજરીવાલનો કોલર પકડીને જેલ લઇ જઇશ

"અરવિંદ કેજરીવાલ હવાલા દ્વારા કાળા નાણાંને સફેદ કરવાનું કામ કરી રહ્યાં હતા, આવકવેરા વિભાગ તથા ચૂંટણી પંચથી તેમણે ફંડિંગ અંગેની જાણકારીઓ છુપાવી છે. આ પરથી સ્પષ્ટ છે કે, અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે, કાલે 11 વાગ્યે હું આ તમામ જાણકારીઓ સીબીઆઇને સોંપીશ. આશીષ ખેતાન, રાઘવ ચડ્ઢા આ કારણે જ પોતાની વિદેશની મુલાકાતની જાણકારી નથી આપી રહ્યાં. આ લોકોએ દેશને દગો આપ્યો છે. અરવિંદ કેજરીવાલ, તમારામાં જો થોડી પણ પ્રમાણિકતા બચી હોય તો રાજીનામું આપી દો અને તપાસમાં સહાકર આપો. નહીં તો આજે સાંજે હું તમારો કોલર પકડીને તમને જેલમાં લઇ જઇશ. હું કસમ ખાઉં છું કે, કેજરીવાલનો કોલર પકડી તેમને ઘસડીને તિહાડ જેલ લઇ જઇશ."

ફંડિંગ અંગે ખોટી જાણકારી

ફંડિંગ અંગે ખોટી જાણકારી

મીડિયા સામે આવ્યા બાદ કપિલ મિશ્રાએ પહેલા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો બતાવ્યો હતો, જેમાં કેજરીવાલે લોકોને પ્રમાણિક રાજકારણ માટે ફંડ આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ વર્ષ 2013-14ના દસ્તાવેજો બતાવતાં તેમણે કહ્યું કે, તે વખતે આપ પાર્ટીના ખાતામાં 45 કરોડ રૂપિયા હતા, પરંતુ ચૂંટણી પંચને માત્ર 9 કરોડ રૂપિયાની જાણકારી આપવામાં આવી. તમામને કહેવામાં આવ્યું કે અમારી પાસે માત્ર 20 કરોડ રૂપિયા છે અને 25 કરોડ રૂપિયાની જાણકારી છુપાવવામાં આવી.

કાળા નાણંને સફેદ કરવા કેજરીવાલે રમી રમત

કાળા નાણંને સફેદ કરવા કેજરીવાલે રમી રમત

"વર્ષ 2014-15માં લગભગ 65 કરોડ રૂપિયા બેંકમાં હતા, જ્યારે ચૂંટણી પંચને માત્ર 32 કરોડ અંગેની જાણકારી આપવામાં આવી. નકલી કંપનીઓ દ્વારા આ પૈસા પાર્ટીના ખાતામાં નાંખવામાં આવ્યા, 16 નકલી કંપનીઓએ જાન્યુઆરી 2014માં ખાતામાં પૈસા નાંખ્યા હતા. આ કંપનીઓ જે નામથી ચાલી રહી હતી તે નામો પણ નકલી હતા. નોટબંધી સમયે કાળા નાણાંને સફેદ કરવા માટે કેજરીવાલ આ રમત રમી રહ્યા હતા."

કેજરીવાલના ધારાસભ્યે બનાવી નકલી કંપની

કેજરીવાલના ધારાસભ્યે બનાવી નકલી કંપની

"આમ આદમી પાર્ટીને ફંડ આપનાર તમામ કંપનીઓ નકલી છે, આ તમામ કંપનીઓ હવાલા દ્વારા પાર્ટીને પૈસા આપી રહી હતી. યોગેશ ચંદ્ર નામની નકલી ઓળખાણ સાથે પાર્ટીને પૈસા આપવામાં આવ્યા હતા." આપ પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવના પત્ની પ્રીતિ યાદવનો પાન નંબર બતાવતાં કપિલ મિશ્રાએ કહ્યું કે, "તેઓ નકલી કંપનીઓ સાથે જોડાયેલા છે. કેજરીવાલના ધારાસભ્યો નકલી કંપની બનાવી પાર્ટીને પૈસા રહ્યા હતા. નરેશ યાદવનું ખાતું એ જ એક્સિસ બેંકમાં છે, જ્યાં નોટબંધી દરમિયાન છાપો મારવામાં આવ્યો હતો."

'આપ'ને ખોટી રીતે મળ્યા પૈસા

'આપ'ને ખોટી રીતે મળ્યા પૈસા

"આપ પાર્ટીને 11 કંપનીઓએ પૈસા આપ્યા હતા, એ તમામ કંપનીઓ નકલી હતી, કંપનીના ચાર ડાયરેક્ટર છે, જેમનું સરનામું એક જ છે. બેંગ્લોરથી એક વ્યક્તિ સતત પૈસા મોકલાવતો હતો, તેણે પાર્ટીને 1 કરોડ 10 લાખ રૂપિયા આપ્યા છે. પરંતુ તે વ્યક્તિએ પોતાના એકાઉન્ટમાં જણાવ્યું છે કે, તેણે પાર્ટીને માત્ર 5 હજાર રૂપિયા આપ્યા છે. બેંગ્લોરની પ્રિયા બંસલે પાર્ટીને 90 લાખ રૂપિયા આપ્યા છે, પરંતુ તેમણે આવકવેરામાં જે ફાઇલ દાખલ કરી છે તે અનુસાર તેણે માત્ર અઢી હજાર રૂપિયા આપ્યા છે."

નકલી કંપનીઓ તરફથી પાર્ટીને બ્લેન્ક ચેક

નકલી કંપનીઓ તરફથી પાર્ટીને બ્લેન્ક ચેક

"પાર્ટીને 21 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો, જેની પર કોઇ તારીખ લખી નથી. સ્કાઇલાઇન નામની કંપીનીએ 50 લાખ રૂપિયાનો બ્લેન્ક ચેક પાર્ટીને આપ્યો હતો, આ કંપની નકલી છે. ગોલ્ડમાઇન નામની નકલી કંપનીએ પણ પાર્ટીને બ્લેન્ક ચેક આપ્યો હતો, આ કંપની તરફથી પાર્ટીને 50 લાખ રૂપિયા મળ્યા. યોગેશ ચંદ્ર નામના વ્યક્તિએ પણ પાર્ટીને બ્લેન્ક ચેક આપ્યો હતો. 30-35 કરોડ રૂપિયાના બે ચેક પાર્ટીને આપવામાં આવ્યા, જે એક્સિસ બેંકના હતા અને તેની પર કોઇ તારીખ લખી નહોતી. આ ચેકની તપાસ બાદ સામે આવશે કે નોટબંધી સમયે કઇ રીતે કાળા નાણાંને સફેદ કરવામાં આવ્યા હતા."

English summary
Kapil Mishra exposes another scam against Arvind Kejriwal.
Please Wait while comments are loading...