For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ 2014ની ચૂંટણીઓ બાદ ખોવાઇ જશે : બહુગુણા

|
Google Oneindia Gujarati News

vijay bahuguna
દહેરાદૂન, 8 ઑક્ટોબર : ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ રવિવારે જણાવ્યું હતું કે સામાજિક કાર્યકર અરવિંદ કેજરીવાલ "વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીઓ બાદ દેખાશે નહીં."

બહુગુણાએ જણાવ્યું હતું કે "કેજરીવાલ રાજકારણમાં પ્રવેશ્યા છે એ સારું છે, પણ 2014ની લોકસભા ચૂંટણીઓ બાદ તે દેખાશે નહીં. કેજરીવાલ જેવા લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં કારણ કે તેઓ લોકશાહી પ્રક્રિયામાં માનતા નથી અને તેને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે."

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા અંગે કેજરીવાલે કરેલા આક્ષેપો બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ આ મુદ્દે પોતાની વાત કહી આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

બહુગુણાએ જણાવ્યું કે તેઓ કેન્દ્રને અપીલ કરશે કે રાહત દરે આપવામાં આવતા ગેસ સિલિન્ડરની મર્યાદા વધારવામાં આવે. ખાસ કરીને દહેરાદૂનમાં તે 12 કરવામાં આવે.

English summary
Uttarakhand Chief Minister Vijay Bahuguna today said civil activist Arvind Kejriwal "would be left nowhere after 2014 general elections."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X