Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધી હવે પુરુષમાંથી સ્ત્રી બનાવવાની મશીન લાવી શકે છે

એમપીના ખંડવા લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ ભાજપ અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે વિવાદિત ટિપ્પણી કરી છે.

એમપીના ખંડવા લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ ભાજપ અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે વિવાદિત ટિપ્પણી કરી છે. તેમને કહ્યું છે રાહુલ ગાંધી કઈ પણ કરી શકે છે. તેઓ હવે એક એવી મશીન લાવી રહ્યા છે જ્યાં એક તરફ પુરુષ નાખો તો બીજી બાજુથી સ્ત્રી નીકળશે.

Rahul Gandhi

ભાજપના ઉમેદવાર અને પૂર્વ ભાજપ અધ્યક્ષ નંદકુમાર સિંહ સાંજે ખંડવામાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા. જયારે મીડિયા ઘ્વારા તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને પણ આવી જ વાત કહી. તેમને કહ્યું કે રાહુલ ગાંધીના કેટલાક વાયરલ વિડિઓ તેમને જોયા હતા. તેનાથી તેમને અનુમાન લગાવ્યું. ખંડવા લોકસભા સીટથી 5 વાર સાંસદ રહી ચૂકેલા અને સાત વાર ચૂંટણી લડી ચૂકેલા નંદકુમાર સિંહ ચૌહાણ વિવાદોમાં સપડાઈ રહ્યા છે.

આ પણ વાંચો: પીએમ મોદી પર સિદ્ધુએ ફરીથી આપ્યુ વિવાદિત નિવેદન, જાણો શું કહ્યુ?

ફરી એકવાર તેમને રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી છે. તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી આલુથી સોનુ બનાવવાની મશીન તૈયાર કરી શકતા હોય, તો તેઓ પુરુષમાંથી સ્ત્રી બનાવવાની મશીન પણ લાવી શકે છે. તેવું તેમને અનુમાન લગાવ્યું અને કાર્યકર્તાઓને જણાવ્યું.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ 'સુપ્રીમે માન્યુ ચોકીદાર ચોર છે' વાળા નિવેદન પર વ્યક્ત કર્યો અફસોસ

તેમને કાર્યકર્તાઓને મસ્તીના અંદાઝમાં આ વાત કહેતા પૂછ્યું કે કેવો પ્રધાનમંત્રી જોઈએ છે, તે તમારે નક્કી કરવાનું છે. ખંડવા લોકસભા સીટ પર સાતમા તબક્કામાં 19 મેં દરમિયાન મતદાન કરવામાં આવશે. અહીં તેમનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરુણ યાદવ સાથે છે. બંને ઉમેદવાર ત્રીજી વખત સામસામે છે.

આ પણ વાંચો: હવે જયાપ્રદા પર કેસ નોંધાયો, માયાવતી માટે વિવાદિત નિવેદન આપ્યું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X