For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા માટે કંઈપણ કરી શકીએઃ ખુર્શીદ

By Super
|
Google Oneindia Gujarati News

salman khurshid
નવીદિલ્હી, 07 ઑક્ટોબરઃ રોબર્ટ વાઢેરા પર લાગેલા આરોપો અંગે કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુર્શીદે આપત્તિ વ્યક્ત કરી છે. ખુર્શીદે કહ્યું છે કે રાજકીય ફાયદા માટે કોઇને પણ બદનામ કરવાની આ નિમ્ન હરકત છે.

ખુર્શીદે એ વાત સામે નારાજગી વ્યક્ત કરી છે કે રોબર્ટ વાઢેરાને સોનિયા ગાંધીના જમાઇ બતાવીને તેમના પર આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. ખુર્શીદનું કહેવું છે કે, આ મુદ્દે તેઓ સોનિયા ગાંધી તરફથી જવાબ આપી રહ્યાં છે, કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ પાર્ટી નેતાઓ માટે સર્વસ્વ હોય છે અને તેમના માટે કંઇપણ કરી શકીએ છીએ.

સોનિયાના જમાઇના બચાવમાં કોંગ્રેસના નેતાઓનું આવવું યોગ્ય ગણાવતા મંત્રીએ કહ્યું કે, જ્યારે હુમલો કરવા માટે કોઇ વ્યક્તિને પસંદ કરવાનો ઉદ્દેશ પાર્ટીના નેતાને નિશાન બનાવવાનો હોય તો નિશ્ચિત રીતે અમે બચાવમાં આવીશું.

રાજકીય લાભ ખાટવા માટે આ પ્રકારના આરોપોને શરમજનક ગણાવતા ખુર્શીદે કહ્યું કે તેમના દ્વારા રજૂ કરવામાં આવેલાં દસ્તાવેજો પણ એ વાતની પૃષ્ટિ નથી કરતા કે વાઢેરાને કોઇપણ પ્રકારની ગેરન્ટી વગર વ્યાજમુક્ત લોન આપવામાં આવી હતી.

English summary
Rejecting the demand for a probe into the allegations made by civil society activists against Robert Vadra, Union Law Minister Salman Khurshid on Saturday said that instead of making baseless allegations they should approach an agency with an affidavit for a probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X