કિંગફિશરના કર્મચારીઓ બાકી પગાર મુદ્દે ફરી ભૂખ હડતાલ કરશે

કર્મચારીઓને છેલ્લે 2012ના જુલાઈમાં વેતનની રકમ મળી હતી. એક વર્ષથી વધુ સમય પસાર થવા છતાં તેમને બાકી પગાર નહીં મળતા શહેરના કર્મચારીઓના એક વર્ગે શાંતિમય માર્ગે આંદોલન શરૂ કર્યું છે. ગયા ઑક્ટોબર મહિનાથી ભૂમિગત કરવામાં આવેલી એરલાઈન્સમાં માર્ચ મહિનામાં 2,851 કર્મચારી હતા.
કર્મચારીઓએ જણાવ્યું હતું કે 'અમને 2012ના જુલાઈ મહિનાનું વેતન આપવામાં આવ્યું હતું ત્યાર પછી એપ્રિલ મહિનાથી અમને વેતન નહીં મળતાં અમારી હાલત ખરાબ થઈ ગઈ છે.' કર્મચારીઓએ મેનેજમેન્ટને આપેલી બે અઠવાડિયાની નોટિસની મુદત આગામી ગુરુવારે પૂરી થાય છે.
માલ્યાએ એરલાઈન્સની આવી દશા માટે મીડિયા સહિત અન્યો પર આક્ષેપ કર્યો હતો, પણ શેરહોલ્ડરોને જણાવ્યું હતું કે કંપની એરલાઈન્સ ફરી શરૂ કરવા સત્તાવાળા સાથે વાટાઘાટ કરી રહી છે.












Click it and Unblock the Notifications
