કિંગફિશરના મેનેજમેન્ટ અને કર્મીઓ વચ્ચે બેઠક

અધિકારીએ કહ્યું કે કંપની તરફથી આપવામાં આવેલા કોઇપણ પ્રસ્તાવનો અમે સ્વિકાર કરીશું શરત એ છે કે તે તાર્કીક હોય અને અમારી મિનિમમ માંગો પૂરી કરવામા આવે. સંકટમાં ફસાયેલી વિમાન કંપનીનું સંચાલન બંધ થવાથી 6500 કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાઇ ગઇ છે. દરેક કર્મચારીઓનો એક દિવસનો પગાર કુલ મળીને 21 કરોડ રૂપિયાની આસપાસનો થાય છે.
વિમાન કંપનીએ શુક્રવારે એક ઑક્ટોબરને તાળાબંધી કરવાના સમયને વધારીને 23 ઑક્ટોબર કર્યો હતો. કર્મચારીઓ માર્ચથી બાકી રહેલા પગારની માંગણીને લઇને એક ઑક્ટોબરથી અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે સતત પગાર નહીં મળવાના કારણે તેમનું મનોબળ નબળું થઇ ગયું છે જેનાથી સંચાલન સ્તર પર પણ જોખમ વધ્યો છે. નાગરીક ઉડ્ડયનમંત્રી અજિત સિંહે શનિવારે ચેતવણી આપી કે જો વિમાન કંપની સંચાલન ફરી શરૂ કરવાના સંબંધમાં યોગ્ય યોજના પ્રસ્તુત કરવામાં અસફળ પૂરવાર થશે તો તેનું લાઇસન્સ રદ થઇ શકે છે.
સંચાલન ફરી શરૂ કરવા માટે તર્કસંગત યોજના રજૂ કરવામાં કંપનીની અક્ષમતાનું કારણ દર્શાવીને ડીજીસીએએ શનિવારે વિમાન કંપનીનું લાઇસન્સ રદ કરી નાંખ્યું હતું. નોંધનીય છે કે કંપની ગયા વર્ષે દર અઠવાડિયે 2930 ઉડાનોનું સંચાલન કરતી હતી, પરંતુ દેવું વધવાના કારણે અને કર્મચારીઓએ કામ છોડવાના કારણે તેની સંખ્યા સતત ઘટતી ગઇ. સપ્ટેમ્બર માસમાં વિમાન કંપનીની બજાર ભાગિદારી 3.5 ટકા રહી હતી. કંપની પર અત્યારે સાત હજાર કરોડનું દેવું છે.
એક વર્ષ પહેલા કંપની પાસે 66 મોટા વિમાન હતા, જે ઘટીને માત્ર 10 રહી ગયા છે. કંપની યાત્રીઓની સંખ્યામાં દેશી બીજી સૌથી મોટી વિમાન કંપની હતી.
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
