For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબની આ શાળાએ બીજી વખત જીત્યો રાષ્ટ્રીય એવોર્ડ

દેશના 9 લાખ સ્કૂલોને માત આપી પંજાબના આ સરકારી સ્કૂલે સ્વચ્છ ભારત અભિયાનનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબની માન સરકાર રાજ્યની સરકારી સ્કૂલોને દિલ્હી મોડલલમાં બદલવા માટે પ્રયત્ન કરી રહી છે. આવી જ રીતે ગામ કિંગરાના રાજનૈતિક માધ્યમિક વિદ્યાલયે સ્વચ્છ ભારત અભિયાનમાં દેશભરના 9 લાખથી વધુ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોને પાછળ છોડી બીજીવાર રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. દિલ્હીમાં આયોજિત વાઈસ ઈવેંટમાં સ્કૂલના આચાર્ય અને બાળકોએ આ એવોર્ડ પ્રાપ્ત કર્યો.

punjab

સ્કૂલના આચાર્ય ધર્મેંદ્ર સિંહે જણાવ્યું કે, ગામ, સ્કૂલ સ્ટાફ અને બાળકોનો પૂરો સહયોગ મળ્યો. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ પાછલા 10 વર્ષથી આ વિદ્યાલયમાં આચાર્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારે સ્કૂલમાં વધુ વ્યવસ્થા નહોતી, પરંતુ ગામના જ કેટલાક લોકોના સહયોગથી, સ્કૂલ સ્ટાફના પ્રોત્સાહન અને બાળકોના સહયોગથી સ્કૂલને સારી બનાવવા માટે કામ કરવા લાગ્યા. જેનું પરિણામ એ આવ્યું કે આજે સ્કૂલને 3 રાજ્ય પુરસ્કાર અને 2 રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થઈ ચૂક્યા છે.

તેમણે કહ્યું કે દેશભરમાં લગભગ 9.5 લાખ સરકારી અને ખાનગી ક્ષેત્રની શાળાઓએ પુરસ્કાર માટે અરજી આપી હતી, જેમાં લગભગ 8.5 લાખ સ્કૂલોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી અંતિમ 33 સ્કૂલોની પસંદગી કરવામાં આવી હતી. આ યાદીમાં તેમની સ્કૂલનું નામ પણ હતું. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મળેલા આ પુરસ્કારથી તે સ્કૂલના વિદ્યાર્થીઓનું ગૌરવ વધ્યું છે.

તેમણે આ પુરસ્કાર માટે શિક્ષણ વિભાગ, પંજાબ સરકાર, જિલ્લા સ્તરીય શિક્ષણ અધિકારીઓ, સાથી શિક્ષકો, સ્કૂલના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓનો આભાર માન્યો. સ્કૂલના બાળકોએ કહ્યું કે તેમને ખુશી છે કે તેઓ રાજકીય મધ્ય વિદ્યાલય કિંગારાના વિદ્યાર્તી છે. તેમણે કહ્યું કે સ્કૂલમાં સાફ-સફાઈ અને અનુશાસનનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ પણ વધુ સરળ અને આકર્,ક રીતે કરાવવામાં આવે છે.

આ અવસર પર સાથી શિક્ષકોએ કહ્યું કે આ સ્કૂલમાં કામ કરી તેઓ ગૌરવ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્કૂલમાં બાળકો અને સ્ટાફ વચ્ચે પરિવાર જેવો સંબંધ હોય છે. આ કારણે જ સ્કૂલ અને બાળકોના સારાં ભવિષ્ય માટે બધા મળીને કામ કરે છે, જેના પરિણામ સ્વરૂપે આ સ્કૂલ બીજી વખત રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર જીતી શકી છે.

English summary
kingra school from Punjab won the national award for the second time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X