For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્રને ધૂમાડામાં ઉડાવનારા કોલકત્તામાં સૌથી વધુ

|
Google Oneindia Gujarati News

કોલકત્તા, 14 જૂન : ભારતમાં સ્મોકર્સ અંગેના તાજા રિપોર્ટ જોઇને આપને આશ્ચર્ય થશે. સિગારેટ પીવાની બાબતમાં બંગાળી બાબુઓ સૌથી આગળ છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઇએ તો સ્મોકિંગ કરવામાં કોલકત્તા શહેર સૌથી આગળ છે. રિપોર્ટ અનુસાર કોલકત્તામાં પ્રતિ વ્યક્તિ 9થી 10 સિગરેટનો વપરાશ થાય છે.

ભારતમાં સૌથી વધારે સિગારેટનો વપરાશ કોલકત્તામાં થાય છે. ધૂમ્રપાનના ધૂમાડામાં જીવતા આ શહેરમાં સિગારેટ પીનારાઓની સંખ્યા વધુ હોવા ઉપરાંત પ્રતિ વ્યક્તિ સિગારેટનો વપરાશ પણ વધુ છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તરફથી તમાકૂ સેવનની આદતો અંગે કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર અન્ય શહેરોની તુલનામાં તમાકુનો વારંવાર અન સૌથી વધારે સેવન કોલકત્તામાં કરવામાં આવે છે.

smoking

બીજી તરફ કોલકત્તાની સરખામણીમાં આર્થિક રાજધાની મુંબઇમાં લોકો એક દિવસમાં 6થી 7 સિગારેટ પીવે છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે કોલકત્તામાં 44 ટકા લોકોની સિગારેટ પીવાના પ્રમાણમાં બે-ત્રણ વર્ષમાં વધારે વધારો થયો છે. એક સપ્તાહમાં તેઓ સિગારેટ પાછળ લગભગ રૂપિયા 348 ખર્ચે છે.

આ રિપોર્ટ અનુસાર સિગારેટ પીનારા મોટા ભાગના લોકોનું માનવું છે કે સિગારેટ પીવાથી તેમનો તણાવ ઘટે છે અને રાહતનો અનુભવ થાય છે. સિગારેટ પીવામાં અવ્વલ આવેલા શહેર કોલકત્તાના લોકો મોટા ભાગની સિગારેટ કામ દરમિયાન અને કામ કર્યા બાદ પીવે છે.

અન્ય એક મહત્વની બાબત અનુસાર સિગારેટ પીનારા 93 ટકા લોકોનું માનવું છે કે તેમને ખબર છે કે ધૂમ્રપાન કે તમાકુ ચાવવાથી તેમને ફેફસાં, મોઢા અથવા ગળાનું કેન્સર થઇ શકે છે. આમ છતાં તેઓ સિગારેટના વ્યસની છે. બીજી તરફ 94 ટકા લોકેએ સિગારેટ છોડવાનો ક્યારેય પ્રયત્ન કર્યો નથી. બીજી તરફ 64 ટકા લોકો પાસે સ્વાસ્થ્ય વીમા પોલીસી નથી.

English summary
Kolkata has highest numbers of smokers among Indian cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X